જો રુટ બન્યો નંબર 1, સચિન તેંડુલકરનો આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Joe Root World Document  :  ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન અને બેટ્સમેન જો રુટે ટેસ્ટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને ટેસ્ટ કારકિર્દીની 329 ઇનિંગ્સમાં 68 અડધી સદી ફટકારી હતી. હવે રુટે 309 ઈનિંગમાં 69 અડધી સદી ફટકારીને આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. જો રુટ સચિનને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે.

જો રૂટ અત્યાર સુધી 169 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. જ્યારે સચિન તેંડુલકર કારકિર્દીમાં 200 ટેસ્ટ મેચ રમ્યો હતો.  સચિને ટેસ્ટ કારકિર્દીમાં 15921 રન બનાવ્યા છે, જ્યારે રુટે અત્યાર સુધીમાં 14278 રન બનાવી લીધા છે. એટલે કે કુલ ટેસ્ટ રનની દ્રષ્ટિએ રુટ હવે સચિનથી માત્ર 1643 રન પાછળ છે. સદીની વાત કરીએ તો સચિને 51 ટેસ્ટ સદી ફટકારી હતી અને રુટે અત્યાર સુધી 41 ટેસ્ટ સદી ફટકારી છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર 5 પ્લેયર

  • 69 : જો રૂટ (ઇંગ્લેન્ડ)
  • 68 : સચિન તેંડુલકર (ભારત)
  • 66 : શિવનારાયણ ચંદ્રપોલ (વેસ્ટ ઇન્ડીઝ)
  • 63 : એલન બોર્ડર (ઓસ્ટ્રેલિયા)
  • 63 : રાહુલ દ્રવિડ (ભારત)

જો રૂટની કેપ્ટનશિપમાં સફળ વાપસી

જો રૂટે તાજેતરમાં જ ઇંગ્લેન્ડની ટેસ્ટ કેપ્ટન્સી સંભાળી હતી. તેણે શાનદાર પુનરાગમન કરતાં પાકિસ્તાનનો વ્હાઇટ વોશ કરતા ટેસ્ટ શ્રેણી 3-0થી જીતી હતી. રુટે આ શ્રેણીમાં બેટ્સમેન તરીકે પણ સારો દેખાવ કર્યો હતો. બર્મિંગહામ ટેસ્ટની બીજી ઈનિંગમાં જો રુટે 69 બોલમાં અણનમ 62 રન કર્યા હતા અને ટીમે 8 વિકેટથી જીત મેળવી હતી.

જો રૂટની કારકિર્દીના રેકોર્ડ પર એક નજર

જો રૂટના કારકિર્દીના રેકોર્ડની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 169 ટેસ્ટ મેચની 309 ઇનિંગ્સમાં 14278 રન બનાવ્યા છે. તેના નામે 41 સદી અને 69 અડધી સદી છે. રુટે વન ડેમાં 192 મેચની 181 ઇનિંગ્સમાં 7826 રન બનાવ્યા છે, વન-ડેમાં 20 સદી અને 48 અડધી સદી ફટકારી છે. જ્યારે ટી20 ઇન્ટરનેશનલમાં 32 મેચની 30 ઇનિંગ્સમાં 893 રન બનાવ્યા છે. જેમાં 5 અડધી સદી સામેલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *