Share Market Information As we speak Reside Replace In Gujarati : ક્રૂડ ઓઇલમાં ઉછાળો અને મોંઘવારી વધતા યુએસ ફેડ પોલિસી કડક થવાની દહેશતથી વોલ સ્ટ્રીટ ઘટાડે બંધ થયા હતા. જેના પગલે એશિયન બજારોમાં પણ અંડરટોન નરમ હતો. જાપાન નિક્કેઇ માર્કેટ 130 પોઇન્ટ, સ્ટ્રેટ ટાઇમ્સ 50 પોઇન્ટ, હોંગકોંગ માર્કેટ 320 પોઇન્ટ, કોરિયા કોસ્પી 35 પોઇન્ટ અને શાંઘાઇ માર્કેટ સાધારણ નરમ હતો. તો તાઇવાન માર્કેટ 660 પોઇન્ટ અને ઇન્ડોનેશિયા બજાર 55 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 50 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Sep 01, 2026 10:49 IST
IT સેક્ટરમાં ફરી છટણી, માઇક્રોસોફ્ટ અને Oracleના કર્મચારીઓની નોકરી ખતરામાં
IT સેક્ટરમાં ફરી કર્મચારીઓની છટણીનો દોર શરૂ થયો છે. માઇક્રોસોફ્ટે લગભગ 500 કર્મચારીઓને પર્ફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન (PIP) પર મૂક્યા છે. તો ઓરેકલ કંપની લગભગ 3,000 કર્મચારીઓને છૂટા કરી રહ્યું છે. કંપનીઓ તેમના બિઝનેસ અને ટીમોનુ પુનર્ગઠન કરી રહી છે. આ અંતર્ગત નવા સેક્ટરમાં નાણાંકીય રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ઘણા કર્મચારીઓની નોકરીઓ પ્રભાવિત થઈ રહી છે.
-
Sep 01, 2026 09:49 IST
સેન્સેક્સ 175 પોઇન્ટ, બેંક અને ફાઈનાન્સ શેરમાં વેચવાલીનું દબાણ
એશિયન બજારોની નરમાઇના પગલે મંગળવારે સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા છે. આજે સેન્સેક્સ 37 પોઇન્ટ વધી 76,994 ખુલ્યો છે. તો નિફ્ટી 24,077 ખુલ્યો છે. બેંક, ફાઈનાન્સ અને એરલાઇન્સ શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 175 પોઇન્ટ જેટલો ઘટીને 76780 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Sep 01, 2026 09:07 IST
એશિયન બજારોમાં નરમાઇ, ગિફ્ટ Nifty 50 પોઇન્ટ ડાઉન
ક્રૂડ ઓઇલમાં ઉછાળો અને મોંઘવારી વધતા યુએસ ફેડ પોલિસી કડક થવાની દહેશતથી વોલ સ્ટ્રીટ ઘટાડે બંધ થયા હતા. જેના પગલે એશિયન બજારોમાં પણ અંડરટોન નરમ હતો. જાપાન નિક્કેઇ માર્કેટ 130 પોઇન્ટ, સ્ટ્રેટ ટાઇમ્સ 50 પોઇન્ટ, હોંગકોંગ માર્કેટ 320 પોઇન્ટ, કોરિયા કોસ્પી 35 પોઇન્ટ અને શાંઘાઇ માર્કેટ સાધારણ નરમ હતો. તો તાઇવાન માર્કેટ 660 પોઇન્ટ અને ઇન્ડોનેશિયા બજાર 55 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 50 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે.
