Drishyam The Conclusion Launch Date : દ્રશ્યમ અને દ્રશ્યમ 2 બાદ અભિનેતા અજય દેવગનની ડ્રામા થ્રિલર ફિલ્મનો ત્રીજો પાર્ટ રિલિઝ થવાની રાહ જોવાઇ રહી છે. અપકમિંગ ફિલ્માં અજય દેવગણ ફરી એકવાર વિજય સલગાંવકરની ભૂમિકા ભજવતો જોવા મળશે. હકીકતમાં, તાજેતરમાં જ મેકર્સે એક પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં ‘દ્રશ્યમ : ધ કન્ક્લુઝન’ની રિલીઝ ડેટ જાહેર લેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા મલયાલમ ક્રાઇમ થ્રિલર દ્રશ્યમ 3 થિયેટરો રિલિઝ થઇ હતી, જેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખુબ કમાણી કરી હતી અને હવે દ્રશ્યમ 3 હિન્દીમાં પણ આવી રહી છે, જેના કારણે દર્શકોમાં ઉત્સુકતા વધી છે.
દ્રશ્યમ 3 ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
હાલમાં જ મેકર્સે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં અજય દેવગણનો ચહેરો વિજય સલગાંવકરના રોલમાં દેખાય છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘મેરા સચ, મેરા સહી, સિર્ફ મેરી ફેમિલી હૈ’ આ ફિલ્મ 2 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.
ફિલ્મ ‘દ્રશ્યમ નો પ્રથમ ભાગ વર્ષ 2015માં રિલીઝ થયો હતો. આ પછી, બીજો પાર્ટ વર્ષ 2022માં આવ્યો હતો અને હવે ત્રીજો પાર્ટ 2026માં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના પ્રથમ અને બીજા પાર્ટમાં વિજય સલગાંવકર (અજય દેવગન) પોલીસ અને મીના દેશમુખ (તબ્બુ) થી છટકી જવામાં સફળ રહે છે. આવી સ્થિતિમાં હવે દર્શકો એ જોવા માગે છે કે ત્રીજા પાર્ટમાં વિજય પોતાનો ગુનો કબૂલ કરે છે કે ફરી એકવાર પોતાના પરિવારને બચાવવા પોલીસને છેતરે છે.
અક્ષય ખન્ના આ ફિલ્મમાં દેખાશે નહીં
ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો અજય દેવગણ, તબ્બુ, શ્રિયા સરન, ઇશિતા દત્તા ‘દ્રશ્યમ 3’માં જોવા મળવાના છે. જો કે આ વખતે અક્ષય ખન્ના આ ફિલ્મનો ભાગ નહીં હોય. ઉલટાનું તેની જગ્યા પર અભિનેતા પ્રકાશ રાજની ફિલ્મના છેલ્લા પાર્ટમાં એન્ટ્રી થવાની છે.
