India Independence Day : ભારત દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ દિવસે તિરંગો ફરકાવી સલામ આપવામાં આવે છે. તિરંગો ભારતનો રાષ્ટ્રીય ધ્વજ છે, જે ભારતનું મુખ્ય પ્રતીક છે. આઝાદી બાદ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પ્રતીકો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રતીકો દેશની અનન્ય ઓળખ, સંસ્કૃતિ, શક્તિ, શાંતિ અને વિરાસતનું પ્રતિનિધિત્વ કરે છે.
ભારતના 17 મુખ્ય રાષ્ટ્રીય પ્રતીકો છે, જો કે મોટાભાગના લોકોને 2 થી 3 દિવસે જાણકારી હોય છે. અહીં ભારતના તમામ 6 રાષ્ટ્રીય પ્રતીકોના નામ અને તેમની ખાસિયતો વિશે જાણકારી આપી છે. દરેક ભારતીયને તમામ રાષ્ટ્રીય પ્રતીકોના નામ અને મહત્વ વિશે જાણકારી હોવી જરૂરી છે. જો તમને આ વિશે માહિતી નથી તો આ લેખ તમને મદદરૂપ થશે.
ભારતના 6 રાષ્ટ્રીય પ્રતિકો અને ખાસિયત મહત્વ
રાષ્ટ્રીય ધ્વજ, તિરંગા
ભારતનું મુખ્ય રાષ્ટ્રીય પ્રતીક તિરંગા છે, જે દેશની આન, બાન અને શાન છે. કેસરી રંગ બલિદાન, સફેદ રંગ શાંતિ અને લીલો રંગ સમૃદ્ધિ દર્શાવે છે. તિરંગાની વચ્ચે 24 આરાવાળું નીલું અશોકચક્ર સતત પ્રગતિનો સંદેશ આપે છે
રાષ્ટ્રીય ચિહ્ન, અશોક સ્તંભ
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ છે, જે સમ્રાટ અશોક દ્વારા નિર્મિત સારનાથના અશોક સ્તંભ માંથી લેવામાં આવ્યું છે. અશોક સ્તંભ એકબીજા તરફ પીઠ કરીને ઉભેલા ચાર સિંહો (ત્રણ દ્રશ્યમાન) છે, જે સાહસ અને શક્તિનું પ્રતીક છે. અશોક સ્તંભની નીચે દેવનાગરી લિપિમાં ‘સત્યમેવ જયતે’ લખેલું છે, જે સત્ય અને ન્યાયનું પ્રતીક છે. કાયદાકીય દસ્તાવેજો, ચલણી લોટ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજો પર અશોક સ્તંભનું ચિહ્ન અંકિત હોય છે.
રાષ્ટ્રગાન, જન ગણ મન
ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન છે, જેની રચના કવિ રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. આ ગાન દેશની સાર્વભૌમત્વ અને એકતાનું ગૌરવગાન કરે છે. રાષ્ટ્ર ગાન 52 સેકન્ડમાં ગાવાનો નિયમ છે. આ ગાન ભારતની વિવિધતામાં એકતા અને ભૌગોલિક સુંદરતાનું વર્ણન કરે છે. રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગાન ગવાતું કે વગાડાતું હોય ત્યારે તમામ ભારતીયોએ સાવધાન મૂદ્રામાં ઊભા રહેવાનો નિયમ છે.
રાષ્ટ્રીય પ્રાણી, વાઘ
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. રોયલ બંગાળ ટાઇગર ભારતની તાકાત, શૂરવીરતા, ચપળતા અને શક્તિનું પ્રતીક છે. વર્ષ 1973માં વાઘના સંરક્ષણ માટે ભારતમાં ‘પ્રોજેક્ટ ટાઇગર’ની શરૂઆત કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય પક્ષી, મોર
ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. સુંદર રંગબેરંગી પીંછાઓ અને આકર્ષક દેખાવ ધરાવતો મોર ભારતીય વન્યજીવનની સુંદરતા તથા ભવ્યતાનું પ્રતીક છે. મોર ભારતીય સંસ્કૃતિ, પૌરાણિક કથાઓ અને પ્રકૃતિની સુંદરતા સાથે ઊંડો સંબંધ ધરાવે છે.
રાષ્ટ્રીય ફુલ, કમળ
ભારતનું રાષ્ટ્રીય ફુલ કમલ છે. કમળનું ફુલ પવિત્રતા, જ્ઞાન, અનાસક્તિ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે જે કાદવમાં ખીલીને પણ સુંદર રહે છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સુંદરતા અને ગરિમા જાળવી રાખવાનો મોટો સંદેશ આપે છે.
આમ કો ભારત સરકાર દ્વારા દેશની ઓળખ અને ગૌરવ માટે કુલ 17 થી વધુ સત્તાવાર રાષ્ટ્રીય પ્રતીકો (Nationwide Symbols) નક્કી કરવામાં આવ્યા છે. તેમાં રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન, રાષ્ટ્રીય પ્રાણી અને ફૂલ જેવા મુખ્ય પ્રતીકો સામેલ છે.
- રાષ્ટ્રીય ફળ : કેરી
- રાષ્ટ્રીય વૃક્ષ : વડ
- રાષ્ટ્રીય નદી : ગંગા
- રાષ્ટ્રીય જળચર પ્રાણી : ગંગા ડોલ્ફિન
- રાષ્ટ્રીય રમત : હોકી
- રાષ્ટ્રીય કેલેન્ડર : શક સંવત
- રાષ્ટ્રીય ચલણ: ભારતીય રૂપિયો
આ પણ વાંચો | હેપ્પી સ્વતંત્રતા દિવસ, હમારી પહેચાન તો બસ ઇતની હૈ કી હમ હિન્દુસ્તાની હૈ…
- રાષ્ટ્રીય વારસો પ્રાણી : ભારતીય હાથી
- રાષ્ટ્રીય સરિસૃપ : કિંગ કોબ્રા
- રાષ્ટ્રીય પ્રતિજ્ઞા : ભારતની વફાદારીની શપથ
- રાષ્ટ્રીય શાકભાજી : કોળુ (શૈક્ષણિક અભ્યાસક્રમમાં વ્યાપકપણે સૂચિબદ્ધ)
