જીવનશૈલી | આહાર જીવનશૈલી અને સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર કરે છે. પોતાના બીઝી શિડ્યુઅલ છતાં સેલિબ્રિટીઓ આવી બાબતોમાં ખૂબ કાળજી રાખે છે. તેથી તેની રોજિંદી આદતો ઘણીવાર તેમના ચાહકોને પ્રભાવિત કરે છે.
અનુષ્કા શર્મા બદામ કેપુચિનો રેસીપી
અનુષ્કા શર્માએ તાજેતરમાં ઝૂમ ટીવી સાથેના એક ઇન્ટરવ્યુમાં આવી જ એક સ્વસ્થ આદત શેર કરી હતી. અભિનેત્રીને બદામ કેપુચીનો ખૂબ જ પસંદ છે. અનુષ્કાએ કહ્યું કે “તે નિયમિત બ્લેક કોફી જેવું છે, પણ બદામના દૂધ સાથે હોય છે, હું આ બદામનું દૂધ ઘરે બનાવું છું. હું 5-6 બદામ લઉં છું, તેને છોલીને, પલાળીને, થોડું પાણી ઉમેરીને પીસી લઉં છું.”
બેંગ્લોરની એસ્ટર સીએમઆઈ હોસ્પિટલના ક્લિનિકલ ન્યુટ્રિશન અને ડાયેટિક્સના વડા એડવિના રાજ કહે છે કે અનુષ્કા શર્માનો બદામ કેપુચીનો નિયમિત કેપુચીનોની તુલનામાં એક સ્વસ્થ વિકલ્પ છે.
એડવિનાએ કહ્યું કે “સામાન્ય કેપ્પુચીનો ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. પરંતુ અનુષ્કા બદામના દૂધનો ઉપયોગ કરે છે. તેમાં નિયમિત દૂધ કરતાં ઓછી કેલરી અને સંતૃપ્ત ચરબી હોય છે. વજન ઘટાડવા માંગતા લોકો માટે તે એક સારો વિકલ્પ છે.”
ઓછી કેલરી વાળી કેપુચિનો કોફી સ્વાસ્થ્ય ફાયદા
એડવિના કહે છે કે મીઠા વગરના બદામના દૂધમાં પણ નિયમિત દૂધ કરતાં ઓછી ખાંડ હોય છે. જેમને ડેરી પ્રોડક્ટ્સ પચાવવામાં મુશ્કેલી પડે છે તેમના માટે પણ તે ખૂબ ફાયદાકારક છે.
એડવિનાએ ઉમેર્યું કે “બદામના દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેમાં વિટામિન ઇ પણ હોય છે, જે ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તે શાકાહારીઓ માટે પણ યોગ્ય છે.
જો તે ખાંડ, વ્હીપ્ડ ક્રીમ અથવા ફ્લેવર્ડ સીરપ ઉમેર્યા વિના બનાવવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી ડ્રીંક બની જાય છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
જોકે એડવિના ચેતવણી આપે છે કે બદામ કેપુચીનો દરેક માટે સમાન રીતે ફાયદાકારક ન પણ હોય.
એડવિના કહે છે કે “બદામના દૂધમાં ગાયના દૂધ કરતાં ઓછું પ્રોટીન હોય છે, તેથી તેને પીવાથી તમને ઝડપથી ભૂખ ન લાગે. તમે બહારથી ખરીદો છો તે કેટલાક બદામના દૂધમાં ખાંડ અથવા કૃત્રિમ ઘટકો હોઈ શકે છે. ” તેથી લેબલ તપાસવાનું ભૂલશો નહીં અને સુગર ન હોય તેવા દૂધ ખરીદો.
વધુ પડતી કોફી પીવાથી એસિડિટી, અનિદ્રા અને ચિંતા થઈ શકે છે. તેવી જ રીતે બદામની એલર્જી ધરાવતા લોકોએ બદામનું દૂધ ટાળવું જોઈએ.
મગજને સ્ટ્રોકથી બનાવવાની ટિપ્સ, એક્સપર્ટે આપી આ સલાહ
ટૂંકમાં એડવિના રાજ કહે છે કે અનુષ્કા શર્માનું કેપુચીનો, જે મીઠા વગરના બદામના દૂધથી તૈયાર કરવામાં આવે છે, તે કેલરી અને ડેરી પ્રોડક્ટ્સનો વપરાશ ઘટાડવા માંગતા લોકો માટે એક ઉત્તમ પીણું છે.
