Who Is Samreen Kaur : ક્રિકેટ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેનો સંબંધ ચોલી દામન જેવો છે. ઘણા ક્રિકેટરો ફિલ્મ અભિનેત્રી અને મોડલની સુંદરતા પર ક્લિન બોલ્ડ થયા છે, હવે આ યાદીમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું પણ નામ ઉમેરાયું છે. અર્શદીપ સિંહની લાંબા સમયથી ચાલી રહેલી ડેટિંગની અફવાઓ પર પૂર્ણવિરામ લાગ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને અને અભિનેત્રી અને મોડેલ સમરીન કૌરને તેની ‘મારી વ્યક્તિ’ કહીને તેમના સંબંધોની સત્તાવાર પૃષ્ટિ કરી છે.
અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ટ સાથે તસવીર શેર કરી
અર્શદીપ સિંહે સમરીન કૌર સાથેન બે રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. આ પોસ્ટ જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. અત્યાર સુધીમાં તેને 25 લાખ (2.5 મિલિયન)થી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે અને ચાહકો તેમજ ઘણા ક્રિકેટરોએ બંનેને અભિનંદન પાઠવ્યા છે.
સમરીન કૌર કોણ છે?
સમરીન કૌરનો જન્મ 7 સપ્ટેમ્બર 1999ના રોજ થયો હતો. તે મૂળ જમ્મુ કાશ્મીરની રહેવાસી છે. મોડેલિંગ અને અભિનયમાં કારકિર્દી બનાવતા પહેલા તે ફેમિના મિસ ઈન્ડિયા 2018 સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી ફાઇનલિસ્ટ તરીકે ચર્ચામાં આવી હતી. બાદમાં તેમણે સિમ્બાયોસિસ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ, પૂણેમાંથી B.Com પૂર્ણ કર્યું છે.
સમરીન કૌરની પ્રથમ ફિલ્મ કઇ છે?
સમરીન કૌરે કબીર ખાનની ફિલ્મ ’83’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઝી5ની વેબ સિરીઝ ‘નેલ પોલિશ’ અને ફિલ્મ ‘સરદાર જી 2’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેમણે ઘણા પંજાબી પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે બાદશાહ, ગુરુ રંધાવા, જુબિન નૌટિયાલ, જસ માનક અને મનિન્દર બટ્ટર જેવા ઘણા પ્રખ્યાત ગાયકોના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે, જેનાથી તે યુવાનોમાં ઘણી ફેમસ થઇ હતી.
ફિલ્મો સિવાય સમરીન કૌર સોશિયલ મીડિયા પર પણ બહુ ફેમસ છે. તે અવારનવાર ફેશન, ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ સંબંધિત પોસ્ટ્સ શેર કરે છે. વર્ષોથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે અને તેની ગણતરી મનોરંજન ઉદ્યોગના ઉભરતા ચહેરાઓમાં થાય છે.
સમરીન કૌરનું નામ અગાઉ કોની સાથે જોડાયું હતું?
અર્શદીપ સિંહ સાથેના સંબંધોની પુષ્ટિ થાય તે પહેલા સમરીન કૌરનું નામ પ્રખ્યાત યુટ્યુબર આશિષ ચાંચલાની સાથે પણ જોડાયેલું હતું. જો કે બંનેએ આ અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ માત્ર સારા મિત્રો છે. બાદમાં સમરીન કૌરે કહ્યું હતું કે, અંગત કારણોસર સમયની સાથે તેમની મિત્રતા બદલાઈ ગઈ હતી, પરંતુ બંને હજુ પણ એકબીજાને માન આપે છે.
સમરીન કૌર અને અર્શદીપ સિંહના ડેટિંગની ચર્ચા
તમને જણાવી દઈએ કે સમરીન કૌર અને અર્શદીપ સિંહના સંબંધોની ચર્ચા સૌ પ્રથમ IPL 2026 દરમિયાન શરૂ થઈ હતી. તે સમયે સમરીન કૌરે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. આ સિવાય બંને ઘણા કાર્યક્રમોમાં સાથે પણ જોવા મળ્યા હતા. જો કે શરુઆતમાં બંનેએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ હવે અર્શદીપ સિંહની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટે તેમના સંબંધોને સત્તાવાર બનાવી દીધા છે.
