In the present day Gujarat rain fall knowledge: ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સક્રિય થયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 165 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં 8.19 ઈંચ નોંધાયો હતો.
વલસાડના પારડીમાં ગુજરાતનો સૌથી વધુ વરસાદ 8.19 ઈંચ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 20 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 21 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાના 24 કલાક દરમિયાન ગુજરાતમાં 165 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડી તાલુકામાં 8.19 ઈંચ નોંધાયો હતો.
10 તાલુકામાં 5થી 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 10 તાલુકા એવા છે જ્યાં 5 ઈંચથી લઈને 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. નીચેના કોષ્ટકમાં જુઓ 10 તાલુકામાં પડેલા વરસાદના આંકડા.
|
તાલુકો |
(વરસાદ ઈંચમાં) |
|
પારડી |
8.19 |
|
ખેરગામ |
7.95 |
|
નાનાપોન્ડાં |
7.17 |
|
વાપી |
7.17 |
|
વલસાડ |
7.05 |
|
ધરમપુર |
6.5 |
|
જલાલપોર |
6.1 |
|
ચીખલી |
5.75 |
|
ગણદેવી |
5.04 |
12 તાલુકામાં 2થી 5 ઈંચ વચ્ચે વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 12 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચથી લઈને 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
|
તાલુકો |
(વરસાદ ઈંચમાં) |
|
કપરાડા |
4.61 |
|
પલસાણા |
4.17 |
|
વઘઈ |
3.43 |
|
અંબિકા |
3.07 |
|
મહુવા |
2.87 |
|
ઉમરગામ |
2.87 |
|
ડોલવાન |
2.83 |
|
ડાંગ-આહવા |
2.83 |
|
બારડોલી |
2.4 |
|
વાંસદા |
2.32 |
|
વાલોદ |
2.2 |
|
સુરત શહેર |
2.05 |
ગુજરાતમાં આજે હવામાન કેવું રહેશે?
ગુજરાત (21 જુલાઈ – ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી): સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
16 રાજ્યો માટે ભારે વરસાદ અને તોફાનની ચેતવણી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે, 21 જુલાઈના રોજ, 16 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી અપેક્ષિત છે: ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કેરળ.
આ પણ વાંચોઃ- શું કોઈ પણ જગ્યાએ વિરોધ કરી શકાય? જાણો શું કહે છે ભારતીય બંધારણ અને સુપ્રીમ કોર્ટ?
આ સમયગાળા દરમિયાન 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તરીય રાજ્યો માટે ખાસ ચેતવણી છે, જ્યાં ઘણા રાજ્યોમાં ભારે તોફાન આવી શકે છે.
