અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત અને 15 ઇજાગ્રસ્ત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત અને 15 ઇજાગ્રસ્ત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ahmedabad Firecracker Manufacturing facility Hearth : અમદાવાદમાં શનિવારે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આાગની ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફેક્ટરીમાં આ ઘટના બની હતી. 

અમદાવાદના મહેમદપુરમાં ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી, ત્યારબાદ ફેક્ટરીમાં રાખેલા વિસ્ફોટકોને કારણે વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઇ હતી. આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા ઘણા ઉંચે સુધી ઉડ્યા હતા.

આગની માહિતી મળતાં ફાયર બ્રિગેડના પાંચથી વધુ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું હતું. પ્રારંભિક માહિતી અનુસાર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

પીએમ નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને સહાયની રકમની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ પર લખ્યું કે ગુજરાતના અમદાવાદમાં એક ફટાકડા ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં લોકોના મોત વિશે જાણીને ખૂબ દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ પીડિતોના પરિવારો સાથે છે. હું ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું

સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. તેમના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક તંત્ર દ્વારા પ્રભાવિતોને તમામ જરૂરી મદદ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા નાગરિકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રુપિયાની સહાય કરશે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *