IND vs ENG LIVE : પ્રથમ વન ડે, શુભમન ગિલે અડધી સદી ફટકારી બાજી સંભાળી

IND vs ENG LIVE : પ્રથમ વન ડે, શુભમન ગિલે અડધી સદી ફટકારી બાજી સંભાળી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IND vs ENG 1st ODI Cricket Match Scorecard LIVE પ્રથમ વન ડેમાં ઇંગ્લેન્ડે આપેલા 259 રનના પડકાર સામે ભારતે 21 ઓવરમાં 2 વિકેટે 119 રન બનાવી લીધા છે. આ મેચ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાઇ રહી છે. 

બન્ને ટીમો આ પ્રમાણે છે 

ભારત : રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ગુરનૂર બરાર.

ઇંગ્લેન્ડ : જેકબ બેથેલ, બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડોસન, જોશ ટંગ, આદિલ રશીદ.

  • Jul 14, 2026 21:22 IST

    IND vs ENG LIVE : શુભમન ગિલની અડધી સદી

    શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 51 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 19.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

  • Jul 14, 2026 20:50 IST

    IND vs ENG LIVE : ભારતના 14 ઓવરમાં 75 રન

    ભારતે 14 ઓવરમાં 2 વિકેટે 75 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 35 અને શ્રેયસ ઐયર 15 રને રમતમાં છે.

  • Jul 14, 2026 20:25 IST

    IND vs ENG LIVE : રોહિત શર્મા અને કોહલી આઉટ

    રોહિત શર્મા 21 બોલમાં 1 ફોર સાથે 11 રને સેમ કરનની ઓવરમાં કેચ આઉટ થયો. વિરાટ કોહલી 6 બોલમાં 1 ફોર સાથે 5 રને આર્ચરની ઓવરમાં એલબી આઉટ થયો. ભારતે 48 રને બીજી વિકેટ ગુમાવી.

  • Jul 14, 2026 20:22 IST

    IND vs ENG LIVE : ઇંગ્લેન્ડ 258 રનમાં ઓલઆઉટ

    ભારત સામેની પ્રથમ વન ડેમાં ઇંગ્લેન્ડ 47.5 ઓવરમાં 258 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ભારતને જીતવા માટે 259 રનનો પડકાર મળ્યો છે.  ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બરારને 2-2 વિકેટ મળી હતી. બુમરાહ અને શિવમ દુબેએ 1-1 વિકેટ ઝડપી હતી.

  • Jul 14, 2026 19:16 IST

    IND vs ENG LIVE : જો રુટના અણનમ 76 રન

    આદિલ રાશિદ 5 બોલમાં 1 રને અને જોશ ટંગ 2 બોલમાં ખાતું ખોલાયા વિના અક્ષર પટેલનો શિકાર બન્યો. જો રુટ 76 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 76 રને અણનમ રહ્યો.

  • Jul 14, 2026 19:05 IST

    IND vs ENG LIVE : આર્ચર આઉટ

    જોફ્રા આર્ચર 6 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 12 રને અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 250 રને આઠમી વિકેટ ગુમાવી.

  • Jul 14, 2026 18:56 IST

    IND vs ENG LIVE : લિયામ ડોસન 68 રને આઉટ

    લિયામ ડોસન 83 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 68 રને અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 228 રને સાતમી વિકેટ ગુમાવી.

  • Jul 14, 2026 18:45 IST

    IND vs ENG LIVE : રુટની અડધી સદી

    જો રુટે એકછેડો સાચવી રાખીને ટીમની બાજી સંભાળી હતી. રુટે 57 બોલમાં 4 ફોર સાથે અડધી સદી ફટકારી હતી.

  • Jul 14, 2026 18:32 IST

    IND vs ENG LIVE : લિયામ ડોસનની અડધી સદી

    લિયામ ડોસને શાનદાર બેટિંગ કરતા 65 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.  ઇંગ્લેન્ડે 39.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.

  • Jul 14, 2026 18:02 IST

    IND vs ENG LIVE : ઇંગ્લેન્ડના 30 ઓવરમાં 143 રન

    ઇંગ્લેન્ડે 30 ઓવરમાં 6 વિકેટે 143 રન બનાવી લીધા છે. જો રુટ 23 અને લિમામ ડોસન 24 રને રમતમાં છે.

  • Jul 14, 2026 17:26 IST

    IND vs ENG LIVE : વિલ જેક્સ આઉટ

    વિલ જેક્સ 19 બોલમાં 3 ફોર સાથે 20 રને શિવમ દુબેની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 107 રને છઠ્ઠી વિકેટ ગુમાવી. ટીમે 20.4 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.

  • Jul 14, 2026 17:06 IST

    IND vs ENG LIVE : બટલર 5 રને આઉટ

    જોશ બટલર 14 બોલમાં 5 રને અને સેમ કરન 3 બોલમાં ખાતું ખોલાયા વિના પ્રસિદ્ધ ક્રિષ્નાનો શિકાર બન્યા. ઇંગ્લેન્ડે 80 રનમાં પાંચમી વિકેટ ગુમાવી.

  • Jul 14, 2026 16:53 IST

    IND vs ENG LIVE : હેરી બ્રુક 1 રને આઉટ

    કેપ્ટન હેરી બ્રુક 3 બોલમાં 1 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 64 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી.

  • Jul 14, 2026 16:36 IST

    IND vs ENG LIVE : ગુરનૂર બરારે એક ઓવરમાં બે વિકેટ ઝડપી

    ગુરનૂર બરારે એક ઓવરમાં બે વિકેટ ઝડપીને ભારતની વાપસી કરાવી છે. જેકોબ બેથલ 31 બોલમાં 1 ફોર સાથે 14 રને અને બેન ડકેટ 45 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે ગુરનૂર બરારનો શિકાર બન્યા હતા. ઇંગ્લેન્ડે 63 રને બીજી વિકેટ ગુમાવી.

  • Jul 14, 2026 16:26 IST

    IND vs ENG LIVE : ઇંગ્લેન્ડના 10 ઓવરમાં વિના વિકેટે 51 રન

    ઇંગ્લેન્ડે 10 ઓવરમાં વિના વિકેટે 51 રન બનાવી લીધા છે. બેન ડકેટ 41 અને જેકોબ બેથલ 6 રને રમતમાં છે.

  • Jul 14, 2026 15:57 IST

    IND vs ENG LIVE : ઇંગ્લેન્ડના 5 ઓવરમાં 16 રન

    ઇંગ્લેન્ડે 5 ઓવરમાં વિના વિકેટે 16 રન બનાવી લીધા છે. બેન ડકેટ 10 અને જેકોબ બેથલ 2 રમતમાં છે.

  • Jul 14, 2026 15:16 IST

    IND vs ENG LIVE : ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન

    જેકોબ બેથેલ, બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડોસન, જોશ ટંગ, આદિલ રશીદ.

  • Jul 14, 2026 15:15 IST

    IND vs ENG LIVE : ભારત પ્લેઇંગ ઇલેવન

    રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ગુરનૂર બરાર.

  • Jul 14, 2026 15:05 IST

    IND vs ENG LIVE : ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    ભારત સામેની પ્રથમ વન ડેમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાઇ રહી છે.

  • Jul 14, 2026 13:13 IST

    IND vs ENG LIVE : રોહિત શર્મા અને વિરાટ કોહલી પર નજર

    ફોર્મેટમાં ફેરફાર સાથે ભારતીય ટીમ પોતાનું નસીબ બદલવાનો પ્રયાસ કરશે. બધાની નજર ત્રણ મેચની શ્રેણીમાં કેપ્ટન શુભમન ગિલ, ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. જસપ્રીત બુમરાહ પણ લાંબા સમય પછી વન ડે ટીમમાં પાછો ફર્યો છે. તે 2023 ના વર્લ્ડ કપ ફાઇનલ પછી એક પણ વન ડે મેચ રમ્યો નથી.

  • Jul 14, 2026 13:12 IST

    IND vs ENG LIVE : આજે ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીની પહેલી મેચ મંગળવાર (14 જુલાઈ) ના રોજ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. મેચ બપોરે 3:30 વાગ્યે રમાશે. ટોસ બપોરે 3:00 વાગ્યે થશે.  ભારતનો બ્રિટન પ્રવાસ અત્યાર સુધી ખરાબ રહ્યો છે. આયર્લેન્ડ સામે 0-2 થી હાર્યા બાદ ઇંગ્લેન્ડ સામે 0-4 થી કારમો પરાજય થયો હતો. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *