ગુજરાતમાં વરસાદની બેટિંગ શરુ, 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, માંગરોળમાં 12.64 ઈંચ વરસાદ, ક્યાં કેટલો નોંધાયો?

ગુજરાતમાં વરસાદની બેટિંગ શરુ, 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, માંગરોળમાં 12.64 ઈંચ વરસાદ, ક્યાં કેટલો નોંધાયો?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Right this moment Gujarat rain replace: ગુજરાતમાં મેઘરાજાએ હવે ધમાકેદાર બેટિંગ કરવાનું શરું કરી દીધું છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનું શરુ થઈ ગયું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના તમામ ઝોનમાં વરસાદ નોંધાયો હતો. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં જુનાગઢ અને ગીર સોમનાથના 4 તાલુકામાં 10 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધારે 12.64 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

જુનાગઢના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ

ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડવાનું શરું થયું છે ત્યારે 24 કલાકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર જિલ્લામાં મેઘાએ ધબધબાટી બોલાવી છે. જ્યારે જૂનાગઢના માંગરોળમાં 24 કલાકમાં 12.64 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 12.36 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 10.94 ઈંચ, ગીર સોમનાથના વેરાવળમાં 10.08 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

36 તાલુકામાં 2થી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 2 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 3 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 36 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચથી લઈને 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

આ 32 તાલુકામાં છ તાલુકામાં 5 ઈંચથી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં જુનાગઢનું માળિયા હાટીનામાં 9.12 ઈંચ, માણાવદરમાં 0.06 ઈંચ, મહેસાણાના કડીમાં 8.86 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 7.05 ઈંચ, ગીર સોમનાથના કોડીનારમાં 5.98 ઈંચ, પોરબંદરમાં કુતિયાણામાં 5.79 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ પીડીએફ

આજે આ વિસ્તારોમાં પડશે અતિ ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 3 જુલાઇના રોજ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 

આ પણ વાંચોઃ- વોન્ટેડ હિસ્ટ્રીશીટરનો ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર હુમલો, પોલીસે સેલ્ફ ડિફેન્સમાં કર્યું ફાયરિંગ

દરમિયાન બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહિસાગર, નર્મદા, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, દ્વારકા, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આ સમય દરમિયાન આ જિલ્લાઓમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન સાથે મધ્યમ-તીવ્રતાના વાવાઝોડાની પણ ધારણા છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *