ગુજરાતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી: 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ, 6 તાલુકામાં 7 ઈંચથી વધુ ખાબક્યો, સવારમાં સુત્રાપાડામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી: 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ, 6 તાલુકામાં 7 ઈંચથી વધુ ખાબક્યો, સવારમાં સુત્રાપાડામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


At the moment Gujarat rain fall knowledge: લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોએ હવે હાસકારો ભર્યો છે. ગુજરાતમાં હવે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ પડવાનું શરું થયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાનું શરું થયું છે. છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો 107 તાલુકામાં મેઘ મહેર નોંધાઈ હતી. 

જેમાં સૌથી વધારે વરસાદ સુરતના પલસાણામાં 7.99 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે ગુરુવારે સવારથી મેઘાની સવાર સૌરાષ્ટ્ર તરફ વળી છે. સવારના બે કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 

ગુજરાતમાં 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે 1 જુલાઈ 2026 સવારે 6 વાગ્યાથી 2 જુલાઈ 2026,  ગુરુવારના સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના પલસાણામાં 7.99 ઈંચ વરસાદ પડ્યો હતો. 

રાજ્યના છ તાલુકામાં 7 ઈંચ થી વધારે વરસાદ ખાબક્યો

વરસાદના મળતા આંકડા પ્રમાણે 24 કલાકમાં 6 તાલુકા એવા છે જેમાં 7 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પલસાણામાં 7.99 ઈંચ, બારડોલીમાં 7.76 ઈંચ, ઉમરગામમાં 7.72 ઈંચ, સુરતના મહુવામાં 7.52 ઈંચ, વાપીમાં 7.44 ઈંચ, માલિયા હાટીનામાં 7.01 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો જુઓ પીડીએફ

આ પણ વાંચોઃ- ગુજરાતમાં આગામી 3 દિવસ આભ ફાટશે! હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ

બે કલાકમાં સુત્રાપાડામાં 2.36 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 2 જુલાઈ 2026,  ગુરુવારના સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી બે કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.36 ઈંચ વરસાદ નોંઘાયો હતો. વંથલીમાં 1.73 ઈંચ અને કોડિનારમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો હતો. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *