રેસ્ટોરન્ટમાં બેસતાની સાથે જ સૌથી પહેલા પાણીનો ગ્લાસ કેમ આપવામાં આવે છે? જાણો તેની પાછળની સાઇકોલોજિકલ ગેમ

રેસ્ટોરન્ટમાં બેસતાની સાથે જ સૌથી પહેલા પાણીનો ગ્લાસ કેમ આપવામાં આવે છે? જાણો તેની પાછળની સાઇકોલોજિકલ ગેમ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


તમે રેસ્ટોરન્ટમાં જમવા માટે જાવ ત્યારે ટેબલ પર બેસતાની સાથે જ તમારી સામે સૌથી પહેલા પાણીનો ગ્લાસ રાખવામાં આવે છે. આ સવાલ તમારા મનમાં ઘણી વખત આવ્યો હશે પણ તમે તેને નજરઅંદાજ કરી દીધો હશે. અમે તમને આ વિશે જણાવી રહ્યા છીએ. ટેબલ પર બેસતા જ સૌથી પહેલા પાણી આપવું એ માત્ર ઔપચારિકતા નથી પણ તેની પાછળ એક સાઇકોલોજી અને બિઝનેસ સ્ટ્રેટેજી કામ કરે છે. 

આતિથ્ય અને પોતાનાપણાનો અહેસાસ

આપણા દેશમાં મહેમાનોને હંમેશા ભગવાનનું રુપ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ આપણા ઘરે આવે છે ત્યારે આપણે સૌ પ્રથમ તેને પાણી આપીએ છીએ. રેસ્ટોરન્ટ્સ વાળા પણ તમારી આ જ આદતનો ફાયદો ઉઠાવે છે. જેવું તમારી સામે પાણી આવે ત્યારે તમને સારું લાગે છે અને લાગે છે કે તમારી કાળજી લેવામાં આવી રહી છે. આ તમારા મૂડને સુધારે છે અને તમને ત્યાં આરામથી બેસી જાવ છો.

ભોજનની રાહ જોવી આસાન બનાવવી

રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપ્યા પછી ભોજન ટેબલ પર પહોંચવામાં લગભગ 15 થી 20 મિનિટ લાગે છે. ખાલી બેસીને આ રાહ લાંબી અને કંટાળાજનક લાગે છે. જોકે જ્યારે ટેબલ પર પાણીનો ગ્લાસ હોય છે ત્યારે લોકો ગપસપ કરતી વખતે ધીમે ધીમે પાણી પીતા રહે છે. આનાથી તેઓ વ્યસ્ત રહે છે અને 15 થી 20 મિનિટની રાહ તેમને ખ્યાલ પણ ન આવે ત્યાં સુધી પસાર થાય છે.

ભૂખ અને તરસ વચ્ચેનું કનેક્શન

ઘણી વખત આપણે બહારથી આવીએ છીએ ત્યારે થાકેલા અને તરસ પણ લાગેલી હોય છે. આવી ક્ષણોમાં આપણું મગજ ક્યારેક ભૂખ અને તરસ વચ્ચે તફાવત સમજી શકતું નથી. પાણી પીવાથી તમારી તરસ છીપે છે અને મન શાંત થઇ જાય છે. જ્યારે મન શાંત હોય છે ત્યારે તમે ઉતાવળ કર્યા વિના આરામથી મેનુ કાર્ડ જોવો છે અને આરામથી તમારી પસંદગીનું ખાવાનું ઓર્ડર કરો છો.

ભૂખ વધારવાની યુક્તિ

કેટલાક નિષ્ણાતોના મતે ખાલી પેટે પાણી પીવાથી પેટની સિસ્ટમ એક્વિટ થઇ જાય છે, જે ભૂખને વધારે છે. સ્વાભાવિક છે કે જ્યારે તમને વધુ ભૂખ લાગે છે, ત્યારે તમે ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર આપવાની શક્યતા ઓછી હોય છે. તમે સૂપ, સ્ટાર્ટર, થાળી અને મીઠાઈનો પણ ઓર્ડર કરી દેશો.

વાતચીત શરૂ થઇ જાય છે

જ્યારે આપણે મિત્રો અથવા પરિવાર સાથે કોઇ રેસ્ટોરન્ટમાં જમવા માટે જઇએ છીએ તો શરૂઆતમાં થોડા ચુપ હોય છે કે વાતચીત કેવી રીતે શરૂ કરવી. વેઈટરનું આવવું અને પાણી આપવું એક નાનો બ્રેક આપે છે. આવામાં પાણી પીવાના બહાને લોકો આપસમાં વાતચીત શરુ કરે છે પહેલાની સરખામણીમાં વધારે લાઇટ બને છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *