Ronaldo VS Messi: રોનાલ્ડો અને મેસીના પગારમાં બમણો તફાવત; આ 7 ખેલાડીઓની કમાણી ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન પ્રાઇસ મની કરતા વધુ

Ronaldo VS Messi: રોનાલ્ડો અને મેસીના પગારમાં બમણો તફાવત; આ 7 ખેલાડીઓની કમાણી ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન પ્રાઇસ મની કરતા વધુ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Fifa World Cup 2026 High 10 Paid Footballers : ફુટબોલના મહાયુદ્ધ ફિફા વર્લ્ડ કપ 2026માં એક થી ચઢિયાતી ટીમો વચ્ચે જંગ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટની કુલ પ્રાઇસ મની 871 મિલિયન યુએસ ડોલર છે. જ્યારે વિજેતા ટીમને લગભગ 50 મિલિયન યુએસ ડોલરની પ્રાઇસ મની મળશે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, એવા ઘણા ખેલાડીઓ છે જેમનો પગાર પ્રાઇસ મની કરતા અનેકગણો વધારે છે.  અહીં ફિફા વર્લ્ડ કપ 2026ના સૌથી મોંઘા ખેલાડીઓની વાત કરીએ તો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો આ યાદીમાં મોખરે છે.

Forbes દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર રોનાલ્ડો અને મેસીની કમાણીમાં બે ગણાથી મોટો તફાવત છે. જ્યારે કિલિયન એમ્બાપ્પેની કમાણી ચાલુ સિઝનમાં ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન ટીમને મળેલી ઈનામી રકમ કરતાં વધુ છે. આ સિઝનના સૌથી મોંઘા ટોપ 10 ફૂટબોલરોની વાત કરીએ તો રોનાલ્ડો, મેસી અને એમ્બાપ્પે ઉપરાંત યમાલ, સાદિયો માને સહિત ઘણા મજબૂત ખેલાડીઓ આ યાદીમાં સામેલ છે. એમ્બાપ્પે સહિતના 7 ખેલાડીઓની કુલ કમાણી ચેમ્પિયન ટીમની ઈનામી રકમ કરતાં પણ વધારે છે.

ફિફા વર્લ્ડ કપ 2026 સૌથી મોંઘા 10 ખેલાડીઓ

10. હેરી કેન (ઇંગ્લેન્ડ) – 41 મિલિયન ડોલર

ઈંગ્લેન્ડનો ટોપ સ્કોરર કેન આ ફિફા વર્લ્ડ કપમાં 10માં નંબરનો સૌથી મોંઘો ખેલાડી છે. તેમની કુલ કમાણી 41 મિલિયન યુએસ ડોલર છે. જેમાંથી 29 મિલિયન ડોલર તેમને તેમની ક્લબ અને ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમ માટે રમવા માટે મળે છે. જ્યારે 12 મિલિયન ડોલર તેમને ઑફ-ધ-ફિલ્ડ બ્રોડકાસ્ટર્સ, વેન્ચર્સ અને એડોર્સમેન્ટ પાસેથી મેળવે છે.

9. લામિન યામલ (સ્પેન) – 43 મિલિયન ડોલર

સ્પેનના સ્ટાર ફૂટબોલર લામિન યામાલને તેની ક્લબ અને નેશનલ ટીમ તરફથી રમવા બદલ 33 મિલિયન ડોલર મળ્યા છે. જ્યારે યમાલને એન્ડોર્સમેન્ટ અને ઑફ ફિલ્ડ ડ્યુટી માટે 10 મિલિયન અમેરિકન ડોલર મળે છે. તે એક પ્રખ્યાત કોલ્ડ ડ્રિંક બ્રાન્ડ માટે વર્લ્ડ કપ કેમ્પેઇન પણ ચલાવી રહ્યો છે.

8. જુડ બેલિંગહામ (ઇંગ્લેન્ડ) – 44 મિલિયન ડોલર

જુડ બેલિંગહામ સ્પેનિશ કલબ રિયલ મેડ્રિડ તરફથી રમે છે અને તે ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમનો પણ ભાગ છે. તે વર્તમાન ફિફા વર્લ્ડ કપમાં 8મો સૌથી મોંઘો ખેલાડી છે. તે ને ઓન-ફિલ્ડ ડ્યુટી માટે લગભગ 29 મિલિયન ડોલર મળે છે અને બાકીની 15 મિલિયન ડોલર તે ઑફ-ફિલ્ડ એન્ડોર્સમેન્ટ વગેરે માંથી કમાય છે.

7. સાદિયો માને (સેનેગલ) – 54 મિલિયન ડોલર

સેનેગલના સ્ટાર ખેલાડી સાદિયો માને પણ આ યાદીમાં સામેલ છે. તે સાતમા ક્રમે છે અને તેની કુલ કમાણી 54 મિલિયન યુએસ ડોલર છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, તેને સાઉદી અરેબિયાની કલબ અલ-નાસર અને રાષ્ટ્રીય ટીમ તરફથી રમવા બદલ કુલ 50 મિલિયન અમેરિકન ડોલર મળે છે. જ્યારે તેની ઓફ-ફિલ્ડ કમાણી માત્ર 4 મિલિયન અમેરિકન ડોલર છે.

6. મોહમ્મદ સાલાહ (ઇજિપ્ત) – 55 મિલિયન ડોલર

ઈજીપ્તનો સ્ટાર ફૂટબોલર મોહમ્મદ સાલાહ પણ આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. તેની કુલ કમાણી 55 મિલિયન યુએસ ડોલર હોવાનો અંદાજ છે. 2025-26 સીઝનમાં, તેને લિવરપૂલ દ્વારા 35 મિલિયન યુએસ ડોલરનો કરાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તે ઈજીપ્તની રાષ્ટ્રીય ટીમ તરફથી રમે છે અને ફિલ્ડ ડ્યૂટી વગેરે મળીને તેમની કુલ આવક 20 મિલિયન ડોલર આસપાસ છે.

5. વિનિસિયસ જુનિયર (બ્રાઝિલ) – 60 મિલિયન ડોલર

રિયલ મેડ્રિડ તરફથી રમતા બ્રાઝિલના સ્ટાર ખેલાડી વિનિસિયસ જુનિયરને ક્લબ તરફથી રમવા બદલ 40 મિલિયન ડોલર મળે છે. આ સિવાય તે બ્રાઝિલનો સ્ટાર ખેલાડી છે. ઉપરાંત, તેની ઑફ-ફિલ્ડ કમાણી ઉમેરીને, તેની કુલ આવક 60 મિલિયન યુએસ ડોલર હોવાનો અંદાજ છે. મોરક્કો સામે ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં તેણે પ્રથમ મેચમાં બ્રાઝિલ માટે ઉપયોગી ગોલ કર્યો હતો.

4. એર્લિંગ હાલેન્ડ (નોર્વે) – 80 મિલિયન ડોલર

નોર્વેનો સ્ટાર ખેલાડી એર્લિંગ હાલેન્ડ માન્ચેસ્ટર સિટીનો સ્ટાર સ્ટ્રાઈકર છે. તેને ક્લબ ડ્યુટી માટે 60 મિલિયન યુએસ ડોલરની રકમ મળે છે. આ સિવાય તે પોતાના દેશ નોર્વે માટે રમવા અને મેદાનની બહાર એન્ડોર્સમેન્ટ સહિતના અન્ય સ્ત્રોતોમાંથી આશરે 20 મિલિયન અમેરિકન ડોલરની કમાણી કરે છે. વર્તમાન ફિફા વર્લ્ડ કપ 2026માં તે ચોથા ક્રમનો સૌથી મોંઘો ખેલાડી છે.

3. કિલિયન એમ્બાપ્પે (ફ્રાન્સ) – 95 મિલિયન ડોલર

ફ્રાન્સના 27 વર્ષીય સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેની નેટવર્થ 95 મિલિયન ડોલર છે. આ વર્તમાન ફિફા વર્લ્ડ કપના વિજેતા (50 મિલિયન ડોલર) અને રનર્સ-અપ (33 મિલિયન ડોલર) બંનેની ઈનામી રકમ કરતાં વધુ છે. તેને રિયલ મેડ્રિડ તરફથી રમવા બદલ 70 મિલિયન અમેરિકન ડોલર મળે છે. આ સિવાય તે ઑફ ફિલ્ડ ડ્યુટીથી લગભગ 25 મિલિયન અમેરિકન ડોલરની કમાણી કરે છે.

2. લિયોનેલ મેસી (આર્જેન્ટિના) – 140 મિલિયન ડોલર

ફોર્બ્સના જણાવ્યા અનુસાર લિયોનેલ મેસીની કુલ નેટવર્થ 1.1 અબજ ડોલર છે. જ્યારે તેમના પગારની વાત કરીએ તો તે 140 મિલિયન અમેરિકન ડોલર છે. ઇન્ટર મિયામી માટે રમવા બદલ તેને 70 મિલિયન યુએસ ડોલર મળે છે. જ્યારે તે એડ કેમ્પેન અને અન્ય વેન્ચર માંથી 70 મિલિયન યુએસ ડોલર કમાય છે. તેમણે ગત ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટીનાની નેશનલ ટીમને ચેમ્પિયન બનાવી છે અને આ વર્લ્ડ કપમાં તેમણે હેટ્રિક સાથે શરુઆત કરી હતી. તે ફિફા વર્લ્ડકપ 2026નો બીજા ક્રમનો સૌથી મોંઘો ખેલાડી છે.

આ પણ વાંચો | FIH Nations Cup ભારતીય મહિલા હોકી ટીમ 4 વર્ષ બાદ ચેમ્પિયન, ફાઇનલમાં ન્યુઝિલેન્ડની હાર

1. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ) – 300 મિલિયન ડોલર

પોર્ટુગલનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો વર્તમાન ફિફા વર્લ્ડ કપનો સૌથી મોંઘો ખેલાડી છે. સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ-નાસર તરફથી રમવા બદલ તેને 235 મિલિયન ડોલરની જંગી રકમ મળે છે. જ્યારે 65 મિલિયન યુએસ ડોલર તે અન્ય વેન્ચર અને એન્ડોર્સમેન્ટ માંથી મેળવે છે. ફોર્બ્સના મતે રોનાલ્ડોની કુલ નેટવર્થ આશરે 1.2 અબજ ડોલર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *