દેશભરમાં આજે NEET ની ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં દરેક કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. છેતરપિંડી અટકાવવા માટે વિદ્યાર્થીઓ પર કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં એક કેન્દ્ર પર કંઠી અને હિજાબના મુદ્દા પર મોટો હોબાળો મચી ગયો હતો. સુરક્ષા તપાસ દરમિયાન વિદ્યાર્થીઓને તેમની કંઠી કાઢવા માટે કહેવામાં આવતા વાલીઓએ વાંધો ઉઠાવ્યો હતો અને હિજાબ પહેરેલા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશવા દેવા સામે પણ વિરોધ કર્યો હતો.
આ ઘટના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક કેન્દ્રમાં બની હતી. એક હિન્દુ સંગઠનના બે સભ્યોએ પરીક્ષા કેન્દ્રની બહાર ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા.
ડ્રેસ કોડ અંગે ગેરસમજ
સહાયક પોલીસ કમિશનર જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડ્રેસ કોડ નિયમો અંગે ગેરસમજને કારણે આ વિવાદ ઉભો થયો હતો. કેન્દ્ર પર હાજર અધિકારીઓએ વિદ્યાર્થીઓને નિર્ધારિત નિયમો અનુસાર પવિત્ર હિન્દુ દોરા અને અન્ય એસેસરીઝ સહિત કેટલીક વસ્તુઓ દૂર કરવા કહ્યું હતું.”
તેમણે કહ્યું, “કેટલાક વાલીઓએ હિન્દુ વિદ્યાર્થીઓને તેમના પવિત્ર દોરા (જેમ કે કંઠી, રક્ષાસૂત્ર, અને જનેઉ) કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે સાથે સાથે હિજાબ પહેરેલી મહિલા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો.”
કેન્દ્રની બહાર AIMIM અને હિન્દુ સંગઠન આમને સામને
આ દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) અને હિન્દુ સંગઠનના સભ્યો કેન્દ્રની બહાર ભેગા થયા હતા, જેના કારણે થોડા સમય માટે તણાવ સર્જાયો હતો. જોકે પોલીસે દરમિયાનગીરી કરી અને સંગઠનો અને વાલીઓ બંનેને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીની માર્ગદર્શિકા સમજાવી.
ગુજરાતમાં આગામી એક અઠવાડિયું ધબધબાટી બોલાવશે વરસાદ, 50kmની ઝડપે પવન ફૂંકાવાની આશંકા સાથે IMD નું એલર્ટ
પોલીસ હસ્તક્ષેપ બાદ પરિસ્થિતિ શાંત
સહાયક પોલીસ કમિશનર જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને કેન્દ્ર નજીક હંગામો કરવા બદલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા પરંતુ કાઉન્સેલિંગ પછી છોડી મૂકવામાં આવ્યા હતા.” તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમાંથી કોઈની ધરપકડ કે અટકાયત કરવામાં આવી નથી.
તેમણે કહ્યું, “અધિકારીઓ રાષ્ટ્રીય સેસ્ટિંગ એજન્સીની ડ્રેસ કોડ માર્ગદર્શિકા અનુસાર તેમની ફરજો બજાવી રહ્યા હતા.” નિયમો અંગે મૂંઝવણને કારણે કેટલાક વાલીઓમાં વિવાદ ઉભો થયો. તેમને માર્ગદર્શિકા અંગે માહિતી આપવામાં આવી, જેના પછી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ અને શાંત થઈ ગઈ.
