
જીવનશૈલી | રેસીપી | સામાન્ય રીતે આપણે માત્ર મકાઈ કે ડુંગળીના ભજીયા ખાતા હોઈએ છીએ, પરંતુ કાચી મકાઈના દાણા સાથે ગાજર, કેપ્સિકમ અને ડુંગળી મિક્સ કરીને બનતા આ ભજીયા સ્વાદ અને પોષણનો અદ્ભુત સંગમ છે. સાંજના સમયે ગરમાગરમ ચા સાથે આ એક પર્ફેક્ટ, કલરફુલ નાસ્તો છે.
ક્રિસ્પી મકાઈના ભજીયા ખુબજ ટેસ્ટી બને છે, જે બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે! વરસાદી મોસમમાં આ ક્રિસ્પી અને મજેદાર ભજીયા ખાવાની મજા બમણી થઇ જશે.
ક્રિસ્પી મકાઈના ભજીયા રેસીપી
સામગ્રી
- 2 કાચી મકાઈ
- 1/4 કપ ચણાનો લોટ
- 1 ઝીણું સમારેલું ગાજર
- 1 મિડિયમ ઝીણી સમારેલી ડુંગળી
- 1/2 મિડિયમ ઝીણું સમારેલું લીલું કેપ્સિકમ
- થોડી ઝીણી સમારેલી લીલી કોથમીર
- 2-3 ઝીણા સમારેલા લીલા મરચાં
- 1 ચમચી આખું જીરું
- 1/2 ચમચી હળદર
- સ્વાદ મુજબ મીઠું
ક્રિસ્પી મકાઈના ભજીયા બનાવવાની રીત
સૌથી પહેલા 2 કાચી મકાઈના દાણાને છરીની મદદથી અમેરિકન સ્ટાઈલથી કાઢી લો. હવે તેમાંથી અડધા કપ જેટલા મકાઈના દાણાને મિક્સર જારમાં પાણી વગર અધકચરા પીસી લો અને બાકીના દાણા આખા રાખો.
કુરીકરી અને ચટાકેદાર ફ્લેવર સાથે મસાલા મઠરી, નોંધી લો રેસીપી
એક મોટા વાસણમાં આખી મકાઈ, પીસેલી મકાઈ, સમારેલું ગાજર, ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણું સમારેલું કેપ્સિકમ ભેગા કરો. હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર, લીલા મરચાં, આખું જીરું, હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી હાથથી સરસ મિક્સ કરો અને 2 મિનિટ માટે રહેવા દો.
2 મિનિટ બાદ હવે આ મિશ્રણમાં ચણાનો લોટ થોડો-થોડો કરીને ઉમેરતા જાવ અને મિક્સ કરતા જાવ. શાકભાજીના પાણીના કારણે આ લોટ બધી વસ્તુઓ પર સરસ કોટ થઈ જશે. આ રેસીપીમાં અલગથી પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી, નહિતર ભજીયા ક્રિસ્પી નહીં બને.
એક કડાઈમાં ભજીયા તળવા માટે તેલ ગરમ કરો અને બન્ને બહારથી અને અંદરથી ગોલ્ડન બ્રાઉન કુરકુરા થાય ત્યાં સુધી તેને તળી લો.
