ESPNcricinfo Awards : ક્રિકઇન્ફો એવોર્ડ સમારોહમાં સચિન તેંડુલકરને 21મી સદીના ગ્રેટેસ્ટ મેન્સ ઇન્ટરનેશનલ બેટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સચિન તેંડુલકરને તેમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી દરમિયાનની સિદ્ધિઓ માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સચિન ઉપરાંત ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને અત્યાર સુધીનો સૌથી મહાન ટી20 બોલર જાહેર કર્યો હતો.
જેક્સ કાલિસ સદીનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર
ESPN ક્રિકઇન્ફોના આ એવોર્ડ સમારોહમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેક્સ કાલિસને સદીનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર જાહેર કર્યો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સને સર્વકાલીન શ્રેષ્ઠ ટી20 બેટ્સમેન જાહેર કર્યો હતો. જોકે ટી20 ક્રિકેટમાં ઘણા બેટ્સમેન એવા રહ્યા છે જે એબી ડી વિલિયર્સ કરતા વધુ ઘાતક હતા. જોકે ડી વિલિયર્સે તે બધાને પાછળ છોડીને આ ટાઇટલ જીત્યો હતો.
એલિસ પેરીને સદીની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર
એલિસ પેરીને સદીની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે સન્માનિત કરવામાં આવી હતી. શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર ​​મુથૈયા મુરલીધરનને સદીના શ્રેષ્ઠ પુરુષ બોલર જાહેર કર્યો હતો.
સચિને ટી20 માટે નિયમોમાં ફેરફાર કરવાની વાત કરી
આ કાર્યક્રમ દરમિયાન સચિન તેંડુલકરે T20 ક્રિકેટ અને IPL ને વધુ રસપ્રદ અને સંતુલિત બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે ઇમ્પેક્ટ પ્લેયરનો ખતમ કરવો જોઈએ અને બોલરને પાંચ ઓવર બોલિંગ કરવાની મંજૂરી આપવી જોઈએ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલ અને વિરાટ કોહલીનો કેવો છે રેકોર્ડ, જાણો
સચિને પાવરપ્લે નિયમોમાં કેટલાક ફેરફારો કરવાની પણ વાત કરી હતી અને કહ્યું કે બે પાવરપ્લે હોવા જોઈએ. બેટિંગ કરવનારી ટીમ માટે 4 ઓવર અને બોલિંગ કરનાર ટીમ માટે 2 ઓવર. બોલિંગ પાવરપ્લે દરમિયાન એક વધારાનો ફિલ્ડર 30-યાર્ડ સર્કલની બહાર ઉભો રહી શકે છે.
