કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


સમગ્ર ગુજરાત અત્યારે ભયંકર લૂ અને અસહ્ય બફારાની ઝપેટમાં છે. બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે શહેરી રસ્તાઓ સૂમસામ થઈ જાય છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના વાતાવરણને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે, કારણ કે ત્યાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 30 મેના રોજ કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠા, મહીસાગર અને પાટણ, જ્યારે 31 મેના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે. ત્યાં જ 1 જૂન, 2026ના રોજ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 12 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે.

કયા વિસ્તારોમાં છે વરસાદની સંભાવના?

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, દરિયાઈ ભેજ અને પવનની દિશામાં થયેલા અચાનક ફેરફારના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

  • દક્ષિણ ગુજરાત: વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
  • સૌરાષ્ટ્ર અને અન્ય ભાગો: અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તેજ પવન ફૂંકાવા સાથે હળવા ઝાપટાં પડવાની સંભાવના છે.
  • મધ્ય અને ઉત્તર ગુજરાત: અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા મોટા શહેરોમાં મુખ્યત્વે શુષ્ક અને ગરમ વાતાવરણ યથાવત રહેશે, પરંતુ સાંજ સુધીમાં પવનની ગતિ વધી શકે છે.

40 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ કમોસમી વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે. આકાશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અચાનક તૂટી પડનારા આ માવઠાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેનાથી લોકોને ગરમીની સાથે અસહ્ય બફારાનો સામનો કરવો પડી શકે છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *