કોકરોચ જનતા પાર્ટી મુદ્દે રાજકારણ ગરમાયું: યુથ કોંગ્રેસે લોન્ચ કરી નવી વેબસાઇટ, જાણો શું છે સમગ્ર મામલો

કોકરોચ જનતા પાર્ટી મુદ્દે રાજકારણ ગરમાયું: યુથ કોંગ્રેસે લોન્ચ કરી નવી વેબસાઇટ, જાણો શું છે સમગ્ર મામલો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


ઓનલાઇન પ્લેટફોર્મ કોકરોચ જનતા પાર્ટી હાલમાં સમાચારમાં છવાયું છે. સરકાર સામે મોરચો ખોલ્યા બાદ કોકરોચ જનતા પાર્ટી હવે યુથ કોંગ્રેસ સામે ટકરાયું છે. કોંગ્રેસની યુવા વિંગ ઇન્ડિયન યૂથ કોંગ્રેસ (IYC) પોતાના બીજા X એકાઉન્ટ ઈંન્ડિયન યૂથ કોકરોચ તેમજ અન્ય એક વેબસાઇટ મારફતે મીમ્સ અને ગીતો દ્વારા સીજેપીને ટક્કર આપી રહી છે. 

કોકરોચ મુદ્દે યૂથ કોંગ્રેસે શું કહ્યું?

ઈન્ડિયન યૂથ કોંગ્રેસે રિવારે સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં લખ્યું હતું કે, અસલી કોકરોચ માત્ર ઓનલાઇન ક્રાંતિકારી નથી હોતા. તમારે જમીન પર ઉતરીને સિસ્ટમ સામે લડવાનું હોય છે. આ સાથે જ NEET પેપર લીક મામલે સરકાર સામે વિરોધ કરતો યૂથ કોંગ્રેસનો સુરતનો એક વીડિયો પણ હતો. 

ઈન્ડિયન યૂથ કોકરોચ vs બોસ્ટન કોકરોચ

યૂથ કોંગ્રેસનો અહીં મેસેજ સ્પષ્ટ હતો કે આ માત્ર ઓનલાઇન દુનિયા સુધી સીમિત એક મસ્તી માટેનું પ્લેટફોર્મ નથી. એક દિવસ અગાઉ કરાયેલી પોસ્ટમાં બોસ્ટન સ્થિત CJP ફાઉન્ડર અભિજીત દિપકેની મજાક ઉડાવતાં લખાયું હતું કે, ઈન્ડિયન યૂથ કોકરોચ > બોસ્ટન કોકરોચ… જેનો સીધો અર્થ એ હતો કે ઇન્ડિયન કોકરોચ એ બોસ્ટન કોકરોચ કરતાં મોટો છે. 

સોમવારે કોંગ્રેસના સમર્થન વાળા સોશિયલ એકાઉન્ટ પરથી અસલી કોકરોચ… વિરોધ પ્રદર્શનના વધુ વીડિયો શેર કરાયા. ઈન્ડિયન યૂથ કોંગ્રેસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મીમ્સ અને ગીતો મારફતે સક્રિય છે. નેતાઓનો દાવો છે તે કોકરોચ જનતા પાર્ટીની નથી બરાબરી કરતી કે નથી એની કોપી કરતા.

અમે જ અસલી કોકરોચ – IYC

કોંગ્રેસ નેતા મનુ જૈને કહ્યું કે,અમારો કોઇની સાથે ટક્કર નથી. અમે અસલી કોકરોચ છીએ જે યુવાઓ માટે લડી રહ્યા છે. ભલે તે NEET હોય કે બેરોજગારીનો મુદ્દો હોય. અમે તેનું નેતૃત્વ કરી રહ્યા છીએ. અમે જ છીએ જે રસ્તા પર ઉતરી ટક્કર આપી રહ્યા છીએ અને રોજ કોઇ કેસનો સામનો કરી રહ્યા છીએ. એટલે જ અમે અસલી કોકરોચ છીએ.  

આ પણ વાંચો । કોકરોચ જનતા પાર્ટી સામે CBI તપાસની અરજી પર સુપ્રીમ કોર્ટે તાકીદે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

મનું જૈને વધુમાં જણાવ્યું કે, અમારી વેબસાઇટ સરકારે બ્લોક કરી હતી પરંતુ હવે અમે એક નવી વેબસાઇટ youthcockroach.org સાથે ફરી આવ્યા છીએ. અમારી વેબસાઇટ ચાલુ છે અને અમે યુવાઓ સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

કોકરોચ ચર્ચામાં ક્યારે આવ્યું

કોકરોચ 15 મેથી રાજકીય ચર્ચામાં આવ્યું કે જ્યારે ચીફ જસ્ટિસ ઓઇ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત એ પત્રકારત્વ અને એક્ટિવિઝમ તરફ વધી રહેલા બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે કરી. જેની ખૂબ ટીકા થતાં સીજેઆઇએ સ્પષ્ટ કર્યું કે, તે કહેવું પુરી રીતે બેબુનિયાદ છે કે તેમણે યુવાઓની આલોચના કરી છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *