દક્ષિણ ભારતીય અભિનેત્રી રુક્મિણી વસંત તાજેતરમાં ઓનલાઈન ફરતી અનેક ડીપફેક તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીની કેટલીક અભદ્ર તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ હતી. અભિનેત્રીએ હવે આ મુદ્દાને ઉકેલવા માટે તે જે પગલાં લઈ રહી છે તે અંગે વાત કરી છે અને લોકોને આ તસવીરો વધુ શેર ના કરવા વિનંતી કરી છે. શરૂઆતમાં એવી અટકળો હતી કે આ તસવીરો કોઈ ફિલ્મના શૂટિંગમાંથી આવી હશે. જોકે આવું નથી.
રુક્મિણી વસંતે ડીપફેક તસવીરો પર આક્રોશ વ્યક્ત કર્યો
ગયા શનિવારે અભિનેત્રી બેંગલુરુમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણીને ફરતી તસવીરો વિશે સવાલો કરાયા હતા. તેના જવાબમાં રુક્મિણીએ જણાવ્યું હતું કે તેણીએ આ બાબતે સોશિયલ મીડિયા દ્વારા તેના મંતવ્યો પહેલાથી જ શેર કર્યા છે, અને લોકો ત્યાં તેનું નિવેદન વાંચી શકે છે. ફરિયાદ નોંધાવવા અંગે પૂછવામાં આવતા અભિનેત્રીએ કહ્યું, “મેં હમણાં જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મને પૂરો વિશ્વાસ છે કે અમારું સાયબર સેલ આ બાબતની સંપૂર્ણ તપાસ કરશે. આ ફક્ત એક અભિનેત્રી વિશે નથી. આવું કંઈક કોઈની સાથે ના થવું જોઈએ.”
“જો આ વલણ સતત ચાલુ રહેશે તો સામાન્ય યુવતીઓએ પણ આખરે આ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ મુદ્દા પર ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જ્યારે AI ચોક્કસ ફાયદાઓ પ્રદાન કરે છે, તે અસંખ્ય જોખમો પણ ધરાવે છે. તેનો ઉપયોગ રચનાત્મક હેતુઓ માટે થવો જોઈએ, દુર્ભાવનાપૂર્ણ પ્રવૃત્તિઓ માટે નહીં.”
રુક્મિણી વસંત ચેતવણી આપી
તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સ્ટોરી પોસ્ટ કરતા રુક્મિણી વસંતે લખ્યું: “મારી ટીમ અને મને ઘણી AI-જનરેટેડ તસવીરો મળી છે જે હાલમાં ઓનલાઈન વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મારી છે. હું સ્પષ્ટપણે સ્પષ્ટ કરવા માંગુ છું કે આ મારી તસવીરો નથી. તે સંપૂર્ણપણે નકલી છે.”
મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ બાદ બદલાયું પોઈન્ટ્સ ટેબલ, ઓરેન્જ અને પર્પલ કેપની રેસ થઈ રોમાંચક
“આવી સામગ્રી બનાવવી અને પ્રસારિત કરવી એ અત્યંત બેજવાબદારીભર્યું કૃત્ય છે અને ગોપનીયતાનું ઘોર ઉલ્લંઘન છે. અમે આ તસવીરો બનાવવા માટે જવાબદાર લોકો તેમજ તેમને શેર કરવાનું ચાલુ રાખનારાઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી રહ્યા છીએ. હું વિનંતી કરું છું કે આવી સામગ્રી આગળ શેર ન કરવામાં આવે.”
