IPL 2026 Lucknow Tremendous Giants vs Punjab Kings, LSG vs PBKS LIVE Rating: આઈપીએલ 2026ની 68મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સવચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
જો પંજાબ પ્લેઓફની રેસમાં ટકી રહેવા માંગે છે તો આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જીત સિવાય પંજાબની ટીમ પ્રાર્થના કરશે કે KKR અને રાજસ્થાન તેમની અંતિમ લીગ મેચ હારી જાય. બીજી તરફ લખનઉ આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન સુધારવાનો પ્રયાસ કરશે. લખનઉની જીત પંજાબની તકોને સંપૂર્ણપણે બગાડી દેશે. લખનઉ જીતશે તો પંજાબ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ જશે.
શું અર્જુન તેંડુલકરને તક મળશે?
લખનઉ સિઝનની તેની છેલ્લી લીગ મેચ પંજાબ સામે રમશે. શું અર્જુન તેંડુલકરને આ મેચમાં તક મળશે? અર્જુન તેંડુલકર છેલ્લી 13 મેચોથી બેન્ચ પર છે. અર્જુન બોલિંગ ઓલરાઉન્ડર છે અને બધાની નજર આ મેચમાં તેને તક મળશે કે નહીં તેના પર રહેશે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
લખનઉ સુપર જાયન્ટ્સ : જોશ ઇંગ્લિશ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાહબાઝ અહમદ, મોહસિન ખાન, મયંક યાદવ, આકાશ સિંહ, પ્રિન્સ યાદવ.
પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લાહ ઓમરઝાઇ, હરપ્રીત બરાર, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
