ચીનના જાસૂસી સેટેલાઇટથી ઇરાને અમેરિકાના બેઝને નિશાન બનાવ્યા, રિપોર્ટમાં મોટો ખુલાસો

ચીનના જાસૂસી સેટેલાઇટથી ઇરાને અમેરિકાના બેઝને નિશાન બનાવ્યા, રિપોર્ટમાં મોટો ખુલાસો

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Israel Iran Warfare : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ઇરાને 2024 ના અંતમાં ચીન પાસેથી એક જાસૂસ ઉપગ્રહ મેળવ્યો હતો, જેની મદદથી તેણે અમેરિકાના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા.

ફાઇનાન્સિયલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ‘TEE-01B’ નામનો આ સેટેલાઈટ ચીનની કંપની અર્થ આઈ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને ઇરાનની ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ  (IRGC) ના એરોસ્પેસ ફોર્સે પોતાના કંટ્રોલમાં કરી લીધું હતું. લીક થયેલા લશ્કરી દસ્તાવેજો દર્શાવે છે કે ઇરાની સૈન્ય અધિકારીઓએ મધ્ય પૂર્વમાં યુએસ સૈન્ય મથકો પર નજર રાખવા માટે ઉપગ્રહનો ઉપયોગ કર્યો હતો.

સેટેલાઇટ તસવીરોના આધારે ડ્રોન અને મિસાઇલ હુમલાની યોજના બનાવી હતી

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેટેલાઇટ તસવીરો અને ડેટાના આધારે ડ્રોન અને મિસાઇલ હુમલાની યોજના બનાવવામાં આવી હતી. આ તસવીરો માર્ચમાં થયેલા હુમલા પહેલા અને પછીની હોવાનું કહેવાય છે, જેમાં અમેરિકી સ્થળોનું ગતિવિધિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

એવું કહેવામાં આવ્યું છે કે આ કરાર હેઠળ ઇરાનને બેઇજિંગ સ્થિત કંપની ઇમ્પોસેટના કોમર્શિયલ ગ્રાઉન્ડ સ્ટેશનો સુધી પણ પહોંચ આપવામાં આવી હતી, જેણે સેટેલાઇટ અને ડેટા સેવાઓના સંચાલનમાં મદદ કરી હતી. ઇમ્પોસેટનું નેટવર્ક એશિયા, લેટિન અમેરિકા સહિત ઘણા પ્રદેશોમાં ફેલાયેલું છે.

જોકે ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. આ મામલે વ્હાઇટ હાઉસ, સીઆઈએ, પેન્ટાગન, ચીનના વિદેશ અને રક્ષા મંત્રાલય સાથે વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અર્થઆઇ કો અને ઇમ્પોસેટે પણ તેના પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

રિપોર્ટ અનુસાર સેટેલાઈટે 13, 14 અને 15 માર્ચે સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝની તસવીરો લીધી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 14 માર્ચે પુષ્ટિ કરી હતી કે આ બેઝ પર અમેરિકન વિમાનોને નુકસાન થયું છે.

આ ઉપરાંત સેટેલાઇટે જોર્ડનના મુવાફ્ફક સાલતી એર બેઝ, બહેરીનમાં મનામા સ્થિત યુએસ ફિફ્થ ફ્લીટ નેવલ બેઝ અને ઇરાકના ઇરબિલ એરપોર્ટની આસપાસના વિસ્તારો પર પણ નજર રાખી હતી. આ તમામ સ્થળો પર આઈઆરજીસીએ હુમલા કરવાનો દાવો કર્યો હતો.

ચીને આ મામલે કોઈ સંડોવણીનો ઇન્કાર કર્યો 

ચીને આ મામલે કોઈ સંડોવણીનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે તે આવા  ભ્રામક અને પાયાવિહોણા આરોપોનો સખત વિરોધ કરે છે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ચીન ઈરાનને સૈન્ય સહાય આપશે તો તેના ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

આ ઘટસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ છે અને વૈશ્વિક સ્તરે સુરક્ષા વિશેની ચિંતાઓ વધી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *