Schezwan Sauce Recipe In Gujarati: સેઝવાન ચટણી ભોજનને ચટાકેદાર બનાવે છે. જે લોકો મસાલેદાર ખોરાક ખાવાના શોખીન હોય છે તેમને સેઝવાન ચટણીનો સ્વાદ ગમે છે. મોમોઝ હોય કે ફ્રાઇડ રાઇસ, ચિકન હોય કે ચાઇનીઝ મંચુરિયન સેઝવાન સોસ તેનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ઘણા લોકો તેને સ્પ્રિંગ રોલ્સ, સેન્ડવિચ, ઇંડા, ભજીયા, સમોસા સાથે ખાવાનું પસંદ કરે છે. જો કે તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ તમે તેને ઘરે પણ તૈયાર કરી શકો છો. અહીં આપેલી રીત અને મસાલાનો ઉપયોગ કરીને, તમે બજાર જેવો જ સ્વાદ પણ મેળવી શકો છો.
સેઝવાન સોસ રેસીપી
સેઝવાન સોસ બનાવવા માટે સામગ્રી
સેઝવાન ચટણી બનાવવા માટે સૌથી પહેલા 20 સૂકા લાલ મરચાં લો. તેમને પાણીમાં ધોઇ લો, પછી તેને 30 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી રાખો. જે મરચાની અતિશય તીખાશ ઘટાડવામાં મદદ કરશે. તે જ સમયે, તમે મરચા માંથી બીજ પણ દૂર કરી શકશો. આ ચટણી બનાવવા બે પ્રકારના મરચા (1) કાશ્મીરી મરચા અને (2) બ્યાડગી મરચા વાપરી શકાય છે.
મરચાની દાંડી દૂર કરો
આ પછી પલાળેલા લાલ મરચાંમાંથી બધુ પાણી કાઢી લો. મરચાની પાછળની દાંડી પણ તોડી નાંખો. હવે મરચાંના નાના ટુકડા કરી લો. હવે ચટણી અથવા મસાલાને ગ્રાઇન્ડિંગ જાર, મિક્સર જાર અથવા બ્લેન્ડરમાં નાંખો
પેસ્ટ બનાવો
પલાળેલા મરચા મિક્સર જારમાં નાંખો, થોડું પાણી ઉમેરો. હવે એક પાતળી પેસ્ટ બનાવો. આ પેસ્ટને બાજુમાં રાખી મૂકો.
સેઝવાન સોસ કેવી રીતે બનાવવું?
ગેસ ચાલુ કરી એક કઢાઇમાં 4 ચમચી તેલ ગરમ કરો. હવે 1 ચમચી ઝીણું સમારેલું લસણ અને 1 ચમચી આદુ ઉમેરો. તેને મધ્યમ તાપે અમુક સેકન્ડર માટે ફ્રાય કરો, જેથી તેનું કાચુંપણું જતું રહે. હવે તેમા 1/4 કપ સમારેલી કાંદા ઉમેરો. જ્યાં સુધી તે સહેજ સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો. હવે મરચાની પેસ્ટ નાંખો, બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો અને હલાવો. તમે 1/2 ચમચી ખાંડેલું અજમો પણ ઉમેરી શકો છો.
સોસ જેવું બનાવો
આ મરચાંની પેસ્ટને ધીમાથી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સાંતળી લો, જ્યાં સુધી તેમાંથી તેલ છુંટુ પડે નહીં. અડધો કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો જેથી પેસ્ટ પાતળી ચટણી જેવી બની જાય. ચટણીને ધીમા તાપે લગભગ 2 મિનિટ સુધી સતત હલાવતા રહો. તે પછી, તમારે તેમાં નીચે જણાવેલી વસ્તુઓ ઉમેરવી પડશે. તેમને ઉમેરવાની સાથે, ચટણીને મધ્યમ તાપે 5 થી 6 મિનિટ સુધી પકવવા દો.
- 2 ચમચી ખાંડ
- સ્વાદ અનુસાર મીઠું
- અડધી ચમચી કાળા મરી પાવડર,
- અડધી ચમચી હળવા સોયા સોસ
- 1 ચમચી રાઇસ સરકો (અથવા સફેદ સરકો અથવા એપલ સરકો).
આ પણ વાંચો | ફળ કાપ્યા બાદ સંગ્રહ કરવાની બે સરળ રીત, સ્વાદ અને રંગ બડશે નહીં
મીઠાશ માટે આ વસ્તુ મિક્સ કરો
જો તમે વધુ મીઠી ચટણી બનાવવા માંગતા હો, તો તમે 1 થી 2 ચમચી ટામેટા કેચપ ઉમેરી શકો છો. ગેસ બંધ કરી દો. સેઝવાન સોસ રૂમ તાપમાને ઠંડુ થયા પછી, તેને હવાચુસ્ત ડબ્બામાં ભરો. આ શેઝવાન સોસને ફ્રિજમાં સ્ટોર કરો.
