જીવનશૈલી | ઉનાળો | રેસીપી | પાલક પનીર કોને ન ભાવે! પાલક પનીર એક હેલ્ધી સબ્જી છે કારણ કે એમાં પાલકનું આયર્ન, પોટેશિયમ, મેંગેનીઝ અને જયારે પનીરનું પ્રોટીન અને બીજા ઘણા પોષકતત્વો મળી રહે છે, જે ઓછા સમયમાં બની જાય છે અને મજેદાર પણ છે.
પાલક પનીર તમે પાલક ગ્રેવી વાળું ટ્રાય કર્યું હશે, પરંતુ અહીં યુનિક સિક્રેટ ટિપ્સ પાલક પનીર બનાવ્યું છે જે ખુબજ ક્રીમી અને ટેસ્ટી બને છે, બાળકોથી લઇ મોટા બધાને તેનો સ્વાદ પસંદ આવશે, અહીં જાણો પાલક પનીર રેસીપી
પાલક પનીર સિક્રેટ રેસીપી
સામગ્રી
2 ચમચી તેલ
1 મોટી ડુંગળી
1 ચમચી લસણ (ઝીણું સમારેલું)
1 ચમચી આદુ (ઝીણું સમારેલું)
2 લીલા મરચાં
1 કપ ટામેટાંની પ્યુરી
મીઠું – સ્વાદ મુજબ
½ ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચાં પાવડર
1 ચમચી ધાણા જીરું પાવડર
½ ચમચી ગરમ મસાલા
2 કપ પાલક (ઝીણું સમારેલું)
200 ગ્રામ પનીર
½ કપ પાણી
1 ચમચી કસુરી મેથી
1 ચમચી તેલ (વઘાર માટે)
1 ચમચી લસણ (ઝીણું સમારેલું)
2 સૂકા લાલ મરચાં
સજાવટ માટે કોથમીર
હોટેલને ટક્કર આપશે આ કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક, નોંધી લો રેસીપી
પાલક પનીર બનાવવાની સિક્રેટ રીત
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જુલીએન ડુંગળી ઉમેરો અને તેને હળવા સોનેરી રંગ સુધી સાંતળો. લસણ અને આદુનો છીણ ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી સારી રીતે સાંતળો.
લીલા મરચાં અને ટામેટાંની પ્યુરી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો, મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને કુક કરો.
સમારેલી પાલક ઉમેરો અને નરમ અને સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી કુક કરો. બ્લેન્ડરમાં પનીર અને પાણી બ્લેન્ડ કરીને સ્મૂધ પ્યુરી બનાવો.
પનીર પ્યુરીને સબ્જીમાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો અને 2 થી 3 મિનિટ સુધી કુક કરો. કસુરી મેથીનો ભૂકો કરો અને સારી રીતે મિક્સ કરો. વઘાર માટે તેલ ગરમ કરો અને લસણ અને સૂકા લાલ મરચાં ઉમેરો. ગરમા ગરમ વઘારને સબ્જી પર રેડો અને તાજા કોથમીરથી સજાવો અને રોટલી સાથે ગરમાગરમ પીરસો.

