શરીરને ઠંડક આપશે આ મેજેદાર પીણું, બાળકો પણ વારંવાર માંગશે, આ રહી સાબુદાણા સ્ટ્રોબેરી કસ્ટર્ડ રેસીપી

શરીરને ઠંડક આપશે આ મેજેદાર પીણું, બાળકો પણ વારંવાર માંગશે, આ રહી સાબુદાણા સ્ટ્રોબેરી કસ્ટર્ડ રેસીપી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


જીવનશૈલી | ઉનાળો | રેસીપી | ઉનાળા (summer time) ની ગરમીમાં કંઈક ઠંડું અને મજેદાર ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી બેસ્ટ છે! અત્યારે સ્ટ્રોબેરીની સીઝન છે એટલે આ ડેઝર્ટ તો બનાવવું જ જોઈએ. ગુલાબનું સરબત અને સ્ટ્રોબેરીનો સ્વાદ આ કસ્ટર્ડને એકદમ ખાસ બનાવી દેશે.

અસહ્ય ગરમીમાં તમે શરીરને ઠંડક આપવા અને બોડીને હાઈડ્રેટેડ રાખતા હોવ તો સાબુદાણા સ્ટ્રોબેરી કસ્ટર્ડ રેસીપી ટ્રાય કરી શકો છો જે ખુબજ જલ્દી બની જાય છે અને ઓછી સામગ્રીની જરૂર પડે છે, સાબુદાણા સ્ટ્રોબેરી કસ્ટર્ડ રેસીપી

સાબુદાણા સ્ટ્રોબેરી કસ્ટર્ડ રેસીપી 

સામગ્રી 

200 ગ્રામ તાજી સ્ટ્રોબેરી (ઝીણી સમારેલી)
1 લિટર ફૂલ ક્રીમ દૂધ
2 ચમચી કસ્ટર્ડ પાવડર (1/4 કપ ઠંડા દૂધમાં મિક્સ કરેલો)
1/2 કપ સાબુદાણા (2 કલાક પલાળેલા)
1/4 કપ ગુલાબનું શરબત
3 ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક 
થોડા સમારેલા કાજુ-બદામ

Advertisment

Screen Awards Banner

સાબુદાણા સ્ટ્રોબેરી કસ્ટર્ડ બનાવાની રીત 

સૌથી પહેલા 200 ગ્રામ સ્ટ્રોબેરીને ઝીણી સમારીને સાઈડ પર રાખી દો. હવે એક તપેલામાં 1 લિટર દૂધ ગરમ કરવા મૂકો. દૂધ થોડું ગરમ થાય એટલે એમાં કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરી દો. ગેસ ધીમો રાખીને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. દૂધ થોડું જાડું થઈ જાય એટલે એક બાઉલમાં કાઢીને 2 કલાક માટે ફ્રીજમાં ઠંડું થવા મૂકી દો.

હવે સાબુદાણા પકાવવા માટે ૨ કપ પાણી ઉકાળો. પાણી ઉકળે એટલે એમાં પલાળેલા સાબુદાણા નાખો. સાબુદાણા એકદમ કાચ જેવા ટ્રાન્સપરન્ટ દેખાવા લાગે ત્યાં સુધી ચઢવા દો.

પછી તેને ગાળી લો અને ઉપરથી ઠંડું પાણી નાખો જેથી તે વધારે પડતા બફાઈ ન જાય. હવે એક મોટા વાસણમાં બાફેલા સાબુદાણા, ગુલાબનું શરબત, સમારેલી સ્ટ્રોબેરી, ઠંડું કરેલું કસ્ટર્ડ, કન્ડેન્સ્ડ મિલ્ક અને ડ્રાયફ્રૂટ્સ નાખીને બધું બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને ફરીથી ફ્રીજમાં મૂકી એકદમ ઠંડું કરી લો. બસ, તમારું મજેદાર સાબુદાણા સ્ટ્રોબેરી કસ્ટર્ડ તૈયાર છે!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *