આ પાછળનું વૈજ્ઞાનિક કારણ
એસી નિર્ધારિત ઉંચાઇ પર લગાવવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે, જે હવાના ધનત્વ પર આધારિત છે. ગરમ હવાની તુલનામાં ઠંડી હવાનું ધનત્વ વધારે હોય છે. જ્યારે એસી ઠંડી હવા ફેંકે છે, ત્યારે ગુરુત્વાકર્ષણના કારણે તે સ્વાભાવિક રીતે નીચેથી ઉપર જાય છે. એટલું જ નહીં જ્યારે એસીની ઉપરથી ઠંડી હવા નીચે તરફ ફેંકે છે ત્યારે રૂમની નીચેના ભાગમાં રહેલી ગરમ હવાને ઉપર તરફ ધકેલે છે. ગરમ હવા ઉપર જતા એસીના ઇનટેકમાં જતી રહે છે. આ રીતે ઓરડામાં હવાનું એક એર સરક્યુલેશન સિસ્ટમ બની રહે છે.
