Well being Ideas: ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડથી કેવી રીતે બચવું? જાણો ઘરમાં મચ્છરનું પ્રજનન કેવી રીત રોકવું

Well being Ideas: ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડથી કેવી રીતે બચવું? જાણો ઘરમાં મચ્છરનું પ્રજનન કેવી રીત રોકવું

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


How To Stop Dengue Malaria Typhoid: ઋતુ બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં, સાંજના સમયે મનમાં થાય છે કે થોડી વાર માટે ઘરની બારી-દરવાજા ખોલી દઇયે જેથી ઘરની અંદર તાજી હવા આવી શકે. ઘર ઠંડુ થાય અને રાહત લાગે. પરંતુ સાંજે થોડી વાર બારી-દરવાજા ખોલતાની સાથે જ મચ્છરોની સેના ઘરમાં પ્રવેશવા માટે તૈયાર થઈ જાય છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો મચ્છરો દ્વારા ફેલાવવામાં આવે છે. 

આવી સ્થિતિમાં, તેનાથી બચવા માટે, ઘર, બાલ્કની અથવા છતમાં ક્યાંય પણ મચ્છરોનું પ્રજનન ન થવા દેવું જોઇએ. આ માટે કેટલીક સાવચેતી રાખવી જોઈએ. તેનાથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવામાં મદદ મળશે.

મચ્છર કેમ ખતરનાક છે?

ડેન્ગ્યુ એ એક વાયરલ ચેપ છે જે એડીસ મચ્છરો દ્વારા ફેલાય છે. મેલેરિયા એ પરોપજીવીઓ દ્વારા થતો બીજો સંક્રમિત ચેપ છે અને મચ્છરના કરડવાથી ફેલાય છે (એનોફિલિસ મચ્છર).

Advertisment

Screen Awards Banner

મચ્છરો થતા અટકાવો

મચ્છરોના પ્રજનન માટે સ્થિર પાણીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, ધ્યાન રાખો કે ઘરની આસપાસ માટલા, ડોલ અથવા ખાલી વાસણમાં પાણી ન હોય. ગટર સાફ રાખો અને તેમને ઉપરથી બંધ રાખો. મચ્છર ભગાડનાર દવાનો છંટકાવ કરો. મચ્છર સ્થિર પાણીમાં ઇંડા મૂકે છે, તેથી પાણીને સ્થિર થવા દો નહીં.

લાંબી બાંયના કપડાં પહેરો

બહાર જતી વખતે અથવા સૂતી વખતે લાંબી બાંયના કપડાં પહેરો. મચ્છર મોટે ભાગે ખુલ્લી ત્વચા પર કરડે છે. આવી સ્થિતિમાં, શરીર ઢંકાય તેવા પાયજામા અથવા પેન્ટ પહેરવાનો પ્રયાસ કરો. આખી બાંયના કપડાં પહેરો, ખાસ કરીને જ્યારે રમવા માટે બહાર જાઓ.

મચ્છર ભગાડવા માટે મોસિક્ટો રિફિલ બનાવો

ઘરમાં, તમે કુદરતી વસ્તુઓની મદદથી મોસક્વિટો રિફિલ બનાવી શકો છો. આ માટે તમારે કપૂર, નાળિયેર તેલની જરૂર પડશે. સૌ પ્રથમ, ઘરમાં ખાલી પડેલી મચ્છર ભગાડનારું ખાલી રિફિલ બહાર કાઢો. તેનું ઢાંકણ ખોલો અને તેમાં નાળિયેર તેલ રેડો. પછી કપૂરનો ભૂક્કો નાંખો. તેને સારી રીતે મિક્સ કરીને બંધ કરી લો. તેને મશીનમાં લગાવો અને થોડા સમય માટે ચાલુ કરો. તે મચ્છરોને ભગાડવામાં મદદ કરશે.

આ પણ વાંચો | ઉનાળામાં પલંગ પર કેવી ચાદર પાથરવી? સારી ઊંઘ આવશે અને શરીરને ઠંડક મળશે

ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. આ માહિતી વ્યાવસાયિક તબીબી સલાહનો વિકલ્પ નથી. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *