સેમસંગનો નવો ગેલેક્સી 5G સ્માર્ટફોન લોન્ચ, 120Hz ડિસ્પ્લે, 6000mAh બેટરી સાથે 6 વર્ષ સુધી અપડેટ

સેમસંગનો નવો ગેલેક્સી 5G સ્માર્ટફોન લોન્ચ, 120Hz ડિસ્પ્લે, 6000mAh બેટરી સાથે 6 વર્ષ સુધી અપડેટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Samsung Galaxy M17e 5G Launch In India : સેમંસગ કંપનીએ ભારતમાં તેનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન Galaxy M17e 5G લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી M17e 5G સ્માર્ટફોન 6.7 ઇંચ HD+ ડિસ્પ્લે,  મોટી 6000mAh બેટરી,  120Hz રિફ્રેશ રેટ, MediaTek Dimensity 6300 પ્રોસેસર સાથે આવે છે. ઉપરાંત આ સ્માર્ટફોન Android 16 બેઝ્ડ One UI 8 પર ચાલે છે અને કંપનીનું કહેવું છે કે, તેમા લાંબા સમયસુધી સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ મળશે.

Samsung Galaxy M17e 5G કિંમત 

સેમસંગ ગેલેક્સી M17e 5G સ્માર્ટફોના 4GB RAM + 128GB બેઝિક વેરિયન્ટની કિંમત 12,999 રૂપિયા છે. તો 6GB +128GB વેરિયન્ટની કિંમત 14,499 રૂપિયા છે. આ ફોન Vibe Violet અને Blitz Blue કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનને Amazon, Samsungની સત્તાવાર વેબસાઇટ અને પસંદગીના રિટેલ સ્ટોર પરથી ખરીદી શકાય છે. કંપનીએ જણાવ્યું કે, લિમિટેડ પિરિયડ ઓફર માટે ઓનલાઇન સેલ ઓફરમાં આ સ્માર્ટફોન ખરીદવા પર 1,250 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ મળશે.

Samsung Galaxy M17e 5G સ્પેસિફિકેશન

સેમસંગ Galaxy M17e 5G ફોનમાં 6.7 ઇંચની HD+ Infinity-U LCD ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 720 × 1600 પિક્સલ છે. તેમા 120Hz રિફ્રેશ રેટ મળે છે. આ ફોન Android 16 આધારિત One UI 8 પર લગે છે. કંપનીનું કહેવું છે કે, આ સ્માર્ટફોનમાં 6 વર્ષ સુધી OS અપડેટ અને 6 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ મળશે. આ સાથે Gemini Dwell ફીચર્સ પણ સપોર્ટ મળશે. આ સ્માર્ટફોન વોટર પ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP54 રેટિંગ ધરાવે છે.

Samsung Galaxy M17e 5G ફીચર્સ અને કેમેરા

પર્ફોર્મન્સની વાત કરીયે તો નવા 5જી સેમસંગ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6300 ઓક્ટો કોર પ્રોસેસર આવે છે, જેની સાથે Mali-G57 MC2 GPU મળે છે. ફોનમાં 128GB સ્ટોરેજ સાથે 4GB અને 6GB રેમનો વિકલ્પ મળે છે. સ્ટોરેજને માઇક્રો SD કાર્ડ વડે 2TB સુધી વધારી શકાય છે. કેમેરા સેટઅપની વાત કરીયે તો આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા અને 2 એમપીનો ડેપ્થ સેન્સર મળે છે. તેમા સેલ્ફી અને વીડિયો કોલ માટે 8 એમપીનો ફ્રન્ટ કેમેરા મળે છે.

આ પણ વાંચો | ₹ 12999 માં દેશી કંપનીનો ધાંસુ 5G સ્માર્ટફોન લોન્ચ, ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે

સેમસંગ Galaxy M17e 5G સ્માર્ટફોનની જાડાઇ 8.2mm છે અને તેમા Glass Fibre Bolstered Polymer (GFRP) બેંક પેનલ આપવામાં આવી છે. તેમા Samsung ની Key Island ડિઝાઇન પણ મળે છે. આ સ્માર્ટફોનમાં 6000mAh બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ઉપરાંત ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5mm ઓડિયો જેક, ડ્યુઅલ બેડ Wi-Fi, Bluetooth 5.3, USB Sort-C પોર્ટ અને 5G સપોર્ટ (12 બેન્ડ) જેવા ફીચર્સ મળે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *