ગજબનો જુગાડ: 1 ગેસ સિલિન્ડર આપો અને 50 પ્લેટ મોમોઝ ફ્રી, ફેમસ કાફેની અનોખી ઓફર વાયરલ

ગજબનો જુગાડ: 1 ગેસ સિલિન્ડર આપો અને 50 પ્લેટ મોમોઝ ફ્રી, ફેમસ કાફેની અનોખી ઓફર વાયરલ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

Viral Information: મિડલ ઈસ્ટ તણાવની અસર LPG સિલિન્ડર પર પડી છે, અને જેને કારણે ખાણીપીણી પર મોટું સંકટ તોડ્યું છે. ત્યારે બેંગલુરુ અને મેંગલુરુની પ્રખ્યાત કાફે ચેન ‘વોક એન્ડ ફોર્ક’ (Wok and Fork) એ ગેસ સંકટ વચ્ચે ગ્રાહકોને આકર્ષવા માટે અનોખી સ્કીમ લોન્ચ કરી છે, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. જાણો શું છે આ અનોખી સ્કીમ?

વાયરલ થયો મજેદાર આઈડિયા
વાયરલ થયો મજેદાર આઈડિયા

દેશમાં હાલમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની ભારે અછત જોવા મળી રહી છે, જેના કારણે રેસ્ટોરન્ટ્સ અને કાફે સંચાલકો માટે રસોઈ બનાવવી એક પડકાર બની ગઈ છે. આવી સ્થિતિમાં, બેંગલુરુ અને મેંગલુરુમાં સ્થિત પ્રખ્યાત ઇન્ડો-ચાઇનીઝ કાફે ચેન ‘વોક એન્ડ ફોર્ક’એ એક અત્યંત અનોખી અને ક્રિએટિવ ઓફર લોન્ચ કરી છે, જે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. ઓફર કંઈક આ પ્રકારની છે કે, ‘એક કોમર્શિયલ LPG સિલિન્ડર (19 કિલો) લાવો અને 50 પ્લેટ ચિકન મોમોઝ ફ્રી લઈ જાવ!’ કાફેએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરી છે, જેના પછી કાફે અને તેની ઓફર બંને ચર્ચામાં આવ્યા છે.

વાયરલ થયો મજેદાર આઈડિયા

સોશિયલ મીડિયા પર આ કાફેની ઓફરની ચર્ચા થઈ રહી છે, જેમાં એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘Assist us prepare dinner and we’ll feed you’, (અમને જમવાનું બનાવવામાં મદદ કરો, અમે તમને ખવડાવીશું). કેપ્શનમાં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ‘ગેસ અમારા માટે, મોમોઝ તમારા માટે! કોમર્શિયલ LPG સિલિન્ડર લાવીને અમારા કોઈપણ આઉટલેટ પર આપો અને 50 પ્લેટ મોમોઝની મજા માણો.’ જોકે, આ ઓફર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગી છે, જ્યાં લોકો રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે, ‘સિલિન્ડર તો ઘરમાં છે પણ મોમોઝ ખાઈને પાછા આવીશું!’ તો કોઈ લખી રહ્યું છે કે, ‘ગેસ સંકટમાં આ જુગાડ કમાલનો છે!’

ગેસ સંકટને કારણે ફૂડ સેન્ટર્સ બંધ થવાની અણી પર

છેલ્લા કેટલાક દિવસોમાં ગેસ સપ્લાયની સમસ્યાને કારણે ઘણા આઉટલેટ્સે પોતાનું મેનૂ મર્યાદિત કરવું પડ્યું છે. કાફેએ થોડા દિવસો પહેલા જ એક પોસ્ટમાં અપડેટ આપ્યું હતું કે, LPGની અછતને કારણે તેમની સર્વિસ પ્રભાવિત થઈ રહી છે. આ ઓફર ફક્ત મજાક નથી, પરંતુ ગેસ સંકટની ગંભીરતાને હાઈલાઈટ કરવાની એક રીત પણ છે. કોમર્શિયલ સિલિન્ડર ઘરેલું સિલિન્ડરથી અલગ હોય છે અને રેસ્ટોરન્ટ્સમાં તેનો જ ઉપયોગ થાય છે. બજારમાં તેની ઉપલબ્ધતા ઓછી થવાથી ઘણી જગ્યાએ રસોઈ બંધ થઈ ગઈ છે અથવા ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે. વોક એન્ડ ફોર્કનું આ પગલું માર્કેટિંગનું એક શાનદાર ઉદાહરણ છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે અને બ્રાન્ડને ફ્રી પબ્લિસિટી અપાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પૂછી રહ્યા છે કે, શું આ ખરેખર માન્ય છે કે ફક્ત જોક છે? કેટલાક યુઝર્સે ગણિત માંડ્યું કે, જો કોઈ સિલિન્ડર લઈને જાય છે તો કાફેને ફાયદો થશે, કારણ કે એક સિલિન્ડરની કિંમત હજારોમાં હોય છે, જ્યારે 50 પ્લેટ મોમોઝની કિંમત પણ 7,500થી 12,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. પરંતુ કાફે માટે આ ગેસની સમસ્યા ઉકેલવાનો એક માર્ગ પણ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *