પવિત્ર ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ-દારુ પાર્ટીના વિવાદ મામલે તપાસ તેજ બની છે. વિવાદિત વીડિયો સામે આવ્યા બાદ વહીવટી તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસમાં પ્રાંત અધિકારીએ કડક વલણ અપનાવી સસ્પેન્ડ કરાયેલા પૂજારી સહિત 26 લોકોની સઘન પૂછપરછ કરી. જૂનાગઢ પ્રાંત અધિકારીની કચેરીમાં એક બાદ એક તમામને બોલાવીને નિવેદન નોંધવામાં આવ્યા. વીડિયોમાં દેખાતા સ્થળના પંચરોજ કામ અને પૂછપરછના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ તૈયાર થયેલો આ તપાસ અહેવાલ સોમવાર સાંજ સુધીમાં સુપરત કરવામાં આવશે.
Source link
