સુરતમાં પાણીની ટાંકીના બાળમરણનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, જાણો એજન્સી પાસેથી કેટલી વસૂલાત કરી

સુરતમાં પાણીની ટાંકીના બાળમરણનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, જાણો એજન્સી પાસેથી કેટલી વસૂલાત કરી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

સુરતમાં 9 લાખ લિટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ વિધાનસભામાં ચર્ચા થઈ હતી. રાજ્ય સરકારે એજન્સી પાસેથી રૂ. 1.04 કરોડ પરત વસૂલ્યા અને એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજ્યભરમાં પીવાના પાણી પુરવઠા માટે ઘણા પગલાં લેવાઈ રહ્યા છે, જેથી નાગરિકોને શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય.

સુરતમાં પીવાના પાણીની ટાંકી ધરાશાયીનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો
સુરતમાં પીવાના પાણીની ટાંકી ધરાશાયીનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો

ગાંધીનગર : સુરતમાં પીવાના પાણીની ટાંકી તૂટવાનો મુદ્દો ગૃહમાં ચર્ચાયો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ટાંકી ધરાશાયી અંગેના પ્રશ્ન ગૃહમાં ઉઠાવ્યો હતો. તેમજ વધુમાં પૂછ્યું કે, પાણી પુરવઠા વિભાગ નવી ટાંકી ઝડપથી ક્યારે બનાવશે તેવા અંગે પ્રશ્ન જળ અને પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે, સુરતના તાડકેશ્વર ગામે હરિયાળ સબ હેડવકર્સ ખાતે નવનિર્મિત 9 લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ હતી. આ ધરાશાયી થયેલ ટાંકી માટે કુલ રકમ રૂ.94.84 લાખ મંજૂર કરવામાં આવી હતી. જે હેઠળ એજન્સીને રૂ. 83.45 લાખનું  ચુકવણું કરવામાં આવ્યું હતું.

જ્યારે આ ઘટના બની ત્યારે રાજ્ય સરકારે ધરાશાયી થયેલ ટાંકી પેટે એજન્સી પાસેથી રૂ.1.04 કરોડની રકમ પરત વસૂલવામાં આવી છે. વધુમાં એજન્સી સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આ યોજનામાં પાણીની ટાંકી તૂટી જવાની ઘટનામાં કસૂરવાર તમામને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં કસૂરવાર સંબંધિત અધિકારી- ગુનેગારો અત્યારે જેલના હવાલે છે. આ ઉપરાંત સંબંધિત એજન્સીના અન્ય કામોની કડક રીતે સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે કસૂરવાર કોઈને પણ છોડવામાં આવશે નહીં.

તેમજ વધુમાં જણાવતાં કહ્યું છે. રાજ્યભરમાં છેલ્લા 25 વર્ષમાં 20 હજારથી વધુ પાણીની ટાંકીનું સફળ નિર્માણ આયોજન ચિતાર આપ્યો હતો. સુરત જિલ્લામાં ગાય પગલાં સુધારણા પાણી જૂથ યોજનામાં 34 ગામોને પાણી આપવાની યોજના માટે 24 કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી  છે. આમ તૂટેલી ટાંકી અંગે હવે રાજ્યના  ક્યાંય પીવાના પાણીનો પ્રશ્ન ઉદ્ભવે નહીં તેવું  આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકો સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી મળે તેવા સરકાર હર હંમેશ  આયોજન કરવામાં આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *