આ મોબાઇલ ઈ-બસમાં આધુનિક કમ્પ્યુટર સિસ્ટમો, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, પાવર બેકઅપ અને એર-કન્ડીશનિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ બસમાં એક સમયે અંદાજે 25 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. દર ત્રણ મહિનામાં લગભગ 10 થી 15 સરકારી શાળાઓ અને વર્ષ દરમિયાન અંદાજે 50 શાળાઓના વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ મળશે. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને કમ્પ્યુટરના મૂળભૂત ઉપયોગ, ટાઇપિંગ કૌશલ્ય, ઓફિસ એપ્લિકેશન્સ, ઇન્ટરનેટ ઉપયોગ, માહિતી શોધ, ડિજિટલ ક્રિએટિવ ટૂલ્સ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે પ્રાથમિક જાણકારી આપવામાં આવશે. સાથે સાથે ડિજિટલ સલામતી અને સાયબર જાગૃતિ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

