ગોવિંદાએ પત્નીને દગો આપ્યો, શું 39 વર્ષના લગ્નજીવનનો અંત આવશે? દીકરીએ ખોલી પોલ

ગોવિંદાએ પત્નીને દગો આપ્યો, શું 39 વર્ષના લગ્નજીવનનો અંત આવશે? દીકરીએ ખોલી પોલ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ગોવિંદા તેની પત્ની સુનીતા સાથેના સંબંધને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જોકે આ વચ્ચે દીકરી ટીના આહુજાએ પરિવારની પોલ ખોલી છે. આ સાથે મમ્મી સુનીતાને મોટી સરપ્રાઇઝ પણ આપી છે.

(Photo: Instagram @tina.ahuja)
(Photograph: Instagram @tina.ahuja)

એક સમયે બોલિવૂડનો ટોપ હીરો રહી ચૂકેલો ગોવિંદા અને પત્ની સુનીતા આહુજાના સંબંધો મુશ્કેલ સમયમાં હોય એવું લાગી રહ્યું છે. સુનીતાએ ગોવિંદા પર એક્સ્ટ્રા-મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે. સુનીતાએ એ પણ કહ્યું છે કે, ગોવિંદાએ દીકરા યશનું કરિયર બનાવવામાં મદદ કરી નથી. આ સાથે ગોવિંદાને દીકરાની પણ ચિંતા નથી. આમ, તમને જણાવી દઈએ કે છૂટાછેડાની વાતને લઈને કપલનું કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી. ન્યૂઝ18 ગુજરાતી આ વાતની કોઈ પુષ્ટિ કરતું નથી. જોકે આ વચ્ચે કપલની દીકરી ટીનાનું રિએક્શન સામે આવ્યું છે.

ટીનાએ શું કહ્યું?

મંગળવારના રોજ સુનીતા આહુજાના લેટેસ્ટ વ્લોગને દીકરી ટીના આહુજાએ હાઇજેક કર્યો. ટીનાએ તેમની માતાને વુમન્સ ડે પર સરપ્રાઇઝ આપી અને સાથે રિંગ પણ ગિફ્ટ કરી. ટીનાએ તેના પેરેન્ટ્સની છૂટાછેડાની અફવાઓ પર રિએક્ટ કર્યું. એક્ટ્રેસે કબૂલ્યું છે કે ફેમિલીમાં છેલ્લા બે વર્ષથી બધું બરાબર ચાલી રહ્યું નથી. વ્લોગની શરૂઆતમાં ટીનાએ કહ્યું કે, ‘હું મમ્મીનો વ્લોગ હાઇજેક કરી રહી છું જેથી કરીને તેમને સરપ્રાઇઝ આપી શકું. આ સાથે કહ્યું કે આપણે મહિલાઓ બીજાની માટે બહુ બધું કરીએ છીએ, પરંતુ આપણા વિશે ક્યારેય વિચારતા નથી. આ કારણોસર મેં મારી મમ્મી માટે કંઈ સ્પેશિયલ કરવાનું વિચાર્યું.’ ત્યારબાદ સ્ક્રીન પર ગોવિંદા અને સુનીતાના ડિવોર્સની અફવાઓએ જોર પકડ્યું છે. ટીનાએ આ અફવાઓ વિશે વાત કરતા કહ્યું કે, ‘બે વર્ષ સારા રહ્યા નથી. અશાંતિ રહી. આટલું બોલીને ટીનાએ તેની માતા માટે ફૂલ અને કાર્ડ લીધા.’

ટીનાએ વધુમાં જણાવ્યું કે, ‘હું બીજા શહેરમાં રહું છું. આ માટે શાકભાજી, ઘરની વસ્તુઓ ખરીદવાનું શીખી રહી છું. મેં આ દિવસોમાં કોબીજ, બટાકા જેવી શાકભાજી ખરીદી અને નવું શીખી. પછી ટીના મમ્મી સુનીતા પાસે બધી ગિફ્ટ લઈને પહોંચે છે. આ સમયે સુનીતા કહે છે કે બધું લિમિટમાં હોવું જોઈએ. મેં મારી બધી જ જવાબદારી નિભાવી દીધી છે, પરંતુ હવે મેં મારી માટે જીવવાનું શરૂ કર્યું છે. હું આના કરતા પણ વધારે ડિઝર્વ કરું છું. હવે હું કિંગ-સાઇઝ જિંદગી જીવીશ. યશ અને તમે બંને મોટા થઈ ગયા છો.’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *