Final Up to date:
યુટ્યુબર યુકે07 રાઇડરે ફુલ સ્પીડમાં કાર ચલાવીને અકસ્માત સર્જીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલે તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. સાથે જ હોસ્પિટલમાં તેની પ્રેગ્નેન્ટ પત્ની ધ્રુસકેને ધ્રુસકે રડી રહી હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.
બિગબોસ 17થી પ્રખ્યાત થયેલ યુટ્યુબર અને કન્ટેન્ટ ક્રિએટર અનુરાગ ડોભાલ એટલે કે UK07 રાઇડર જેને લોકો બાબુ ભૈયા તરીકે ઓળખે છે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પરિવાર અને પત્ની છોડીને જતા રહ્યા બાદ અનુરાગ ડોભાલ પૂરી રીતે તૂટી ગયો હતો. હાલ તેનો કાર એક્સિડન્ટ થયો છે અને તેનો પરિવાર જ્યારે તેને મળવા ન આવ્યો ત્યારે તેની પત્ની ઋતિકા તેને મળવા માટે હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં આઈસીયુમાં તે અનુરાગની ગંભીર હાલત જોઈને તૂટી ગઈ.
અનુરાગે સોશિયલ મીડિયા પર પોતાના પારિવારિક વિવાદોને સામે મૂક્યા હતા. જેમાં તેણે એવા ગંભીર આરોપ લગાવ્યા હતા કે પરિવાર દ્વારા તેને ટોર્ચર કરવામાં આવે છે. તેણે જણાવ્યું કે પોતાની જિંદગી પતાવવાનો પણ તેણે પ્રયાસ કર્યો હતો. રડી રડીને તેણે પોતાની વાત જણાવી અને પોતાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. આ એક્સિડન્ટમાં તે ગંભીર રૂપે ઘાયલ થયો છે.
તેના કમરના બંને હાડકા તૂટી ગયા છે અને ઈલાજ ચાલી રહ્યો છે. તે આઈસીયુમાં ભરતી છે અને તેના માતા-પિતાએ તેને ઘરમાંથી બેદખલ કરી દીધા છે. જોકે હાલ તેની પ્રેગ્નેન્ટ વાઇફ ઋતિકા ચોહાણ તેની સાથે છે. ઋતિકાનો એક ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે ધ્રુસકેને ધ્રુસકે રડી રહી છે. ત્યાં તે અનુરાગને મળી રહી છે.
સોશિયલ મીડિયા પર ઋતિકાનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં ઋતિકા અને અનુરાગ એકબીજાનો હાથ પકડીને રડી રહ્યા છે. જોકે આ વીડિયોની હજુ સુધી પુષ્ટિ નથી થઈ શકી. આપને જણાવી દઈએ કે અનુરાગે હાલમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને 150 કિમીની સ્પીડે કારનો અકસ્માત કર્યો હતો.
આ બધા વચ્ચે અનુરાગના મેનેજરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હેલ્થ અપડેટ શેર કરી છે. તેણે જણાવ્યું કે અનુરાગને ઓટીમાં લઈ ગયા તે પહેલા તેની સાથે વાત થઈ હતી. તે ફ્રેક્ચરના ઈલાજ માટે ઓટીમાં ગયા છે. કૃપા કરીને અફવાઓ પર વિશ્વાસ ન કરો. તેના નજીકના દરેક મિત્રો અને ઋતિકા હાલ હાજર છે. જે લોકો ફેક વીડિયો બનાવી રહ્યા છે કે અહીંયા કોઈ નથી તેમને મારી વિનંતી છે કે આવી અફવાઓ અને નફરત ન ફેલાવે.
આપને જણાવી દઈએ કે આ ઘટના પહેલા અનુરાગે પોતાના યુટ્યુબ ચેનલ પર એક ભાવુક પોસ્ટ કરી હતી. જેમાં તેણે ડિપ્રેશનમાં આવીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો હતો. તેણે પોતાના માતા-પિતા અને ભાઈ પર આરોપ લગાવ્યા હતા. આ વચ્ચે એવી ખબર આવી કે અનુરાગના પિતાએ એક સ્થાનિક ન્યૂઝપેપરમાં ખબર આપી કે તેમણે અનુરાગ અને પત્નીને સાર્વજનિક રીતે બેદખલ કરી દીધા છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેમની સાથે મારો કોઈ સંબંધ નથી.
કમરના હાડકા તૂટ્યા, ICUમાં પ્રેગ્નેન્ટ પત્ની ધ્રુસકેને ધ્રુસકે રડી, ફુલ સ્પીડમાં કાર ચલાવી યુટ્યુબરે કર્યો આપઘાતનો પ્રયાસ

