મીશો પર આફત! ₹1500 કરોડની ટેક્સ નોટિસ અને 10% તૂટ્યા શેર, રોકાણકારોએ શું કરવું જોઈએ?

મીશો પર આફત! ₹1500 કરોડની ટેક્સ નોટિસ અને 10% તૂટ્યા શેર, રોકાણકારોએ શું કરવું જોઈએ?

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

Meesho Share Value: બેંગલુરુ ખાતે આવેલી ઈ-કોમર્સ કંપની મીશોના શેરમાં આજે 9 માર્ચ 2026ના રોજ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મીશોના શેરની કિંમત 10% સુધી ઘટી ગઈ છે અને BSE પર તે 143.20 રૂપિયાના નીચલા સ્તર સુધી પહોંચી ગઈ છે. આ ઘટાડા પાછળ બે મુખ્ય કારણો છે, જેના કારણે રોકાણકારોમાં વેચાણનું દબાણ વધ્યું છે.

મીશોના શેરની હાલત ખરાબ!
મીશોના શેરની હાલત ખરાબ!

Meesho Share Value: બેંગલુરુ ખાતે આવેલી ઈ-કોમર્સ કંપની મીશોના શેરમાં આજે 9 માર્ચ 2026ના રોજ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મીશોના શેરની કિંમત 10% સુધી ઘટી ગઈ છે અને BSE પર તે 143.20 રૂપિયાના નીચલા સ્તર સુધી પહોંચી ગઈ છે. આ ઘટાડા પાછળ બે મુખ્ય કારણો છે, જેના કારણે રોકાણકારોમાં વેચાણનું દબાણ વધ્યું છે. એક છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી આશરે 1500 કરોડ રૂપિયાના ટેક્સ ડિમાન્ડની નોટિસ, અને બીજું છે શેરહોલ્ડર્સનો લોક-ઇન પીરિયડ આજે (સોમવારે) પૂરો થવો.

મીશોએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અસેસમેન્ટ યુનિટે અસેસમેન્ટ યર 2023-24 (નાણાકીય વર્ષ 2022-23) માટે ટેક્સ ડિમાન્ડ લગાવી છે. કુલ ડિમાન્ડ ₹1,499.73 કરોડ (લગભગ 1500 કરોડ) છે, જેમાં વ્યાજ પણ સામેલ છે. આ ડિમાન્ડ કલમ 143(3) હેઠળ અસેસમેન્ટ ઓર્ડર અને સેક્શન 156 હેઠળ નોટિસ દ્વારા આવી છે.

શેરમાં કેમ થયો ઘટાડો?

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, કંપનીનું કહેવું છે કે તે આ નોટિસ સાથે સંમત નથી, તેમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ અને એડજસ્ટમેન્ટ્સ પર વાંધો છે. મીશોએ જણાવ્યું છે કે તેની પાસે કાનૂની અને તથ્યોના આધારે મજબૂત આધાર છે, તેથી તે આ ડિમાન્ડને કોર્ટ અથવા અપીલમાં પડકારશે. કંપનીનો દાવો છે કે આ નોટિસ તેની નાણાકીય સ્થિતિ, બિઝનેસ ઓપરેશન્સ અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ મોટી નકારાત્મક અસર કરશે નહીં. આ પહેલી વખત નથી. અગાઉ અસેસમેન્ટ યર 2022-23 માટે પણ ₹572 કરોડની આવી જ ડિમાન્ડ નોટિસ આવી હતી, જેના પર કર્ણાટક હાઈકોર્ટે એપ્રિલ 2025માં સ્ટે (રોક) લગાવી દીધો હતો અને કેસ હજુ પેન્ડિંગ છે. મીશોનું કહેવું છે કે, તે આ નવી નોટિસને પણ કાયદેસર રીતે લડી રહી છે.

બીજું કારણ છે શેરહોલ્ડર લોક-ઇન પીરિયડ (એન્કર લોક-ઇન)નો પૂરો થવો. મીશો ડિસેમ્બર 2025માં IPO દ્વારા લિસ્ટ થઈ હતી, જેમાં ₹5,421 કરોડનો ઇશ્યૂ હતો અને તે 81.76 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. IPO પછી કેટલાક શેરહોલ્ડર્સ પર લોક-ઇન પીરિયડ હતો, જે આજે પૂરો થઈ ગયો. આનાથી આશરે 10.99 કરોડ શેર (કંપનીની ઇક્વિટીના લગભગ 2%) ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થયા છે. આની કિંમત ગત શુક્રવારના ક્લોઝિંગ પ્રાઇસ મુજબ ₹1,857 કરોડની આસપાસ હતી. જો કે, આનો અર્થ એ નથી કે બધા શેર વેચાશે, પરંતુ બજારમાં વધુ સપ્લાય આવવાથી વેચાણનું દબાણ વધી શકે છે.

2026માં અત્યાર સુધીમાં 21% ઘટ્યો શેર

મીશોના શેર IPO પ્રાઇસ ₹111થી હજુ પણ 22-23% ઉપર છે, પરંતુ પોસ્ટ-લિસ્ટિંગ હાઈ ₹254થી 44% નીચે છે. 2026માં અત્યાર સુધી શેર 21% ઘટી ચૂક્યા છે. કંપનીની માર્કેટ કેપ લગભગ ₹64,700 કરોડ છે. રોકાણકારો હવે ટેક્સ કેસની આગળની સુનાવણી, કંપનીની અપીલ અને બજારના મૂડ પર નજર રાખી રહ્યા છે. ટેક્સ ડિમાન્ડ નોટિસ અને લોક-ઇન એક્સપાયરીને કારણે મીશોના શેરમાં આજે ભારે ઘટાડો થયો છે. કંપનીએ કહ્યું છે કે તે મજબૂતીથી લડી રહી છે અને બિઝનેસ પર કોઈ મોટી અસર પડશે નહીં.

તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

વ્હેલબુકના એનાલિસ્ટ્સનું માનવું છે કે, ભારતમાં ઈ-કોમર્સના ઝડપી વિકાસ અને મજબૂત માર્કેટ પોઝિશનને કારણે મીશોની કમાણી આગળ પણ વધી શકે છે, પરંતુ કંપની માટે નફામાં આવવું હજુ મોટો પડકાર છે અને અંદાજ છે કે કંપની FY2028 સુધી જ બ્રેક-ઇવન પર પહોંચી શકશે. આ ઉપરાંત ચાલુ ટેક્સ વિવાદ અને શેર લોક-ઇન પૂરો થવાથી શેર પર દબાણ રહી શકે છે. આવી સ્થિતિમાં શેરમાં જલ્દી મોટી રિકવરી એ વાત પર આધાર રાખે છે કે કંપની કાનૂની પડકારોને કેવી રીતે સંભાળે છે અને નફાનો સ્પષ્ટ રસ્તો બતાવી શકે છે કે નહીં.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂર લો.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *