સુરત: દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો બંધ થતાં શેરડીની કાપણી પૂર્ણ થઈ ગઈ છે. શેરડીના ખેતરોમાં રહેતા દીપડાઓ હવે ગ્રામ્ય વિસ્તારોમાં આવી રહ્યા છે. સુરતના બારડોલી તાલુકામાં દીપડાની દહેશત જોવા મળી. આફવા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છે. પહેલા તો માહ્યાવંશી મહોલ્લામાં દીપડાએ કોધરમાં બાંધેલા વાછરડાનું શિકાર કર્યો, બાદમાં સ્નેહમિલન સોસાયટી નજીક બેઠેલા યુવાનો તરફ દીપડો આવતા નાસભાગ મચી ગઈ. સ્થિતિ એવી છે કે દીપડાને રહેણાંક વિસ્તારથી દૂર રાખવા ગ્રામજનો રાત્રે સળગતી મશાલો લઈને સોસાયટી અને મહોલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. દીપડાને પકડવા વન વિભાગે પાંજરુ તો મુક્યુ પણ મારણ મુકવાનું જ ભૂલી ગયા. ઉપરથી 3 દિવસથી કોઈ અધિકારીઓ ગામમાં ન ફરકતા લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Source link
