Final Up to date:
સલમાન ખાનના પિતા અને દિગ્ગજ રાઇટર સલીમ ખાનની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. જાવેદ અખ્તરે 19 દિવસ પછી સલીમ ખાનની હેલ્થને લઇને અપડેટ આપી છે.
Salim khan well being Replace: સલમાન ખાનના પિતા અને દિગ્ગજ રાઇટર સલીમ ખાનની 17 ફેબ્રુઆરીના રોજ અચાનક તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે, સલીમ ખાનને મિનિમલ બ્રેન હેમરેજ થયું છે. આમ, 19 દિવસ પછી સલીમ ખાનની લેટેસ્ટ હેલ્થ અપડેટ સામે આવી છે.
જાવેદ અખ્તરે આપી હેલ્થ અપડેટ
સલીમ ખાનની હેલ્થ અપડેટ જાવેદ અખ્તરે આપી છે. લેટેસ્ટમાં એક બુક લોન્ચ ઇવેન્ટ દરમિયાન જાવેદ અખ્તરે તેમના જૂના મિત્ર અને રાઇટર પાર્ટનર સલીમ ખાનની હેલ્થને લઇને મોટી અપડેટ આપી. જાવેદ અખ્તરે જણાવ્યું કે, “સલીમ હવે ઠીક છે, ધીરે ધીરે રિકવર થઇ રહ્યાં છે. ખુરશી પર બેસીને વાતો કરી રહ્યાં છે અને પહેલાં કરતાં સારું છે.”
આમિર ખાન અને ડેઝી શાહે પણ આપી જાણકારી
આ પહેલાં આમિર ખાને પણ એક ઇવેન્ટ દરમિયાન સલીમ ખાનના સ્વાસ્થ્યને લઇને વાત કરી હતી. આમિર ખાને કહ્યું હતું કે, હું સલીમ સાહેબને મળવા માટે ગયો હતો. અમે બધાએ જલદી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ. હું ડાયરેક્ટ નથી મળી શક્યો કારણકે સલીમ સાહેબ આઇસીયૂમાં હતા. હું પરિવાર સાથે બેઠો હતો. એક્ટ્રેસ ડેઝી શાહે પણ લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં સલીમ ખાનના સ્વાસ્થ્યને લઇને જાણકારી આપી હતી.
પિતાની તબિયતમાં સુધારો થતાં સલમાન કામ પર પરત ફર્યો
પિતાને જ્યારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા ત્યારે સલમાન ખાને તેનું કામ બંધ કરી દીધું હતું. પરંતુ હવે પિતાની તબિયતમાં સુધારો થતા સલમાન ખાન કામ પર પરત ફર્યો છે. રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન ‘બેટલ ઓફ ગલવાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
24 નવેમ્બર 90 મો જન્મદિવસ ઉજવ્યો હતો
સલમાન ખાનના પિતા સલીમ ખાને 24 નવેમ્બર 2025 ના રોજ પરિવાર સાથે પોતાનો 90 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સલીમ ખાનની જોડી ફેમસ લેખક જાવેદ અખ્તર સાથે જાણીતી હતી, જેમને ‘જંજીર’, ‘દીવાર’, ‘શોલે’ અને ‘ડોન’ જેવી યાદગાર ફિલ્મો આપી. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી હતી. આટલું જ નહીં આ ફિલ્મોએ હિન્દી સિનેમાની છબી પણ બદલી.
Mumbai,Maharashtra

