LPG Value: ભારતમાં રાંધણ ગેસમાં 60 રૂપિયાનો વધારો, ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે મોંઘો થયો ગેસ

LPG Value: ભારતમાં રાંધણ ગેસમાં 60 રૂપિયાનો વધારો, ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે મોંઘો થયો ગેસ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારતીય રસોઈ ગેસની કિંમતમાં વધારો થયો છે. નવી કિંમતો શનિવાર, 7 માર્ચથી લાગુ થઈ ગઈ છે. ANIના સૂત્રો અનુસાર ઘરોમાં ઉપયોગ લેવાતા રાંધણ ગેસના ભાવમાં 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો થયો છે.

ગેસમાં થયા ભાવ વધારો
ગેસમાં થયા ભાવ વધારો

LPG Value Hike: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારતીય રસોઈ ગેસની કિંમતમાં વધારો થયો છે. નવી કિંમતો શનિવાર, 7 માર્ચથી લાગુ થઈ ગઈ છે. ANIના સૂત્રો અનુસાર ઘરોમાં ઉપયોગ લેવાતા રાંધણ ગેસના ભાવમાં 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો થયો છે. આ ઉપરાંત હોટલ, ઢાબાઓ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા 19 કિલો LPG ગેસ સિલિન્ડરના ભાવામાં 115 રૂપિયાનો વધારો થયો છે.

ગુજરાતના મોટા શહેરોમાં ગેસની કિંમત

LPG સિલિન્ડરની કિંમતોમાં આજથી લાગુ થયેલા તાજા ફેરફાર અનુસાર ગુજરાતના મોટા શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં રાંધણ ગેસના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 860 રૂપિયા જ્યારે કોમર્શિયલ ગેસના 19 કિલોના સિલિન્ડરમાં 1,759 રૂપિયા થયો છે. રાજકોટમાં રાંધણ ગેસના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 858 રૂપિયા જ્યારે કોમર્શિયલ ગેસના 19 કિલોના સિલિન્ડરમાં 1,732 રૂપિયા થયો છે. વડોદરામાં રાંધણ ગેસના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 859 રૂપિયા જ્યારે કોમર્શિયલ ગેસના 19 કિલોના સિલિન્ડરમાં 1,802 રૂપિયા થયો છે. સુરતમાં રાંધણ ગેસના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 858 રૂપિયા જ્યારે કોમર્શિયલ ગેસના 19 કિલોના સિલિન્ડરમાં 1,692 રૂપિયા થયો છે.

ભારતના મોટા શહેરોમાં કેટલો વધ્યો ગેસનો ભાવ?

LPG સિલિન્ડરની કિંમતોમાં આજથી લાગુ થયેલા તાજા ફેરફાર સાથે રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલું LPG સિલિન્ડરની કિંમત 853 રૂપિયાથી વધીને 913 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં તેની કિંમત 852.50 રૂપિયાથી વધીને 912.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં તેની કિંમત 879 રૂપિયાથી વધીને 930 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈમાં 14.2 કિલોના ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 868.50 રૂપિયાથી વધીને 928.50 રૂપિયા થઈ ગઈ છે. જણાવી દઈએ કે ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં એપ્રિલ 2025 પછી પહેલી વાર વધારો કરવામાં આવ્યો છે.

સમાચાર અપડેટ થઈ રહ્યાં છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *