જૂનાગઢ શહેરની વણસેલી ટ્રાફિક સમસ્યા આજે એક હસતાં-રમતાં પરિવાર માટે કાળ સાબિત થઈ છે. જૂનાગઢના માંગનાથ રોડ પર વેપાર કરતા રાજેશભાઈ કાનાણી નામના વેપારીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ માંગનાથ રોડ પર લાગેલી વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી. દર્દીની હાલત નાજુક બનતી જોઈ આસપાસના લોકો અને પરિવારજનોએ એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે રાજેશભાઈને એક રેકડીમાં સુવડાવી પંચહાટડી ચોક સુધી પહોંચાડ્યા હતા. ત્યાંથી તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, કિંમતી સમય ટ્રાફિકમાં વેડફાઈ ગયો હોવાથી સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
Source link
