જસપ્રીત બુમરાહના એ 12 બોલ જેણે ઈંગ્લેન્ડના સપના પર પાણી ફેરવી દીધું, મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ

જસપ્રીત બુમરાહના એ 12 બોલ જેણે ઈંગ્લેન્ડના સપના પર પાણી ફેરવી દીધું, મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

મેચનો અસલી ટર્નિંગ પોઈન્ટ તો જસપ્રીત બુમરાહની છેલ્લી બે ઓવર હતી. જ્યારે ઈંગ્લેન્ડને જીત માટે ઝડપી રન બનાવવાના હતા, બુમરાહે પોતાની જાદુઈ વિવિધતાથી સન્નાટો કરી નાખ્યો.

News18
News18

નવી દિલ્હી: જ્યારે મેચ હાથમાંથી નીકળતી દેખાઈ રહી હોય, જ્યારે બેટ્સમેન ધડાધડ બાઉન્ડ્રી ફટકારી રહ્યા હોય અને જ્યારે વાનખેડેની પિચ પર બોલર્સની ધોલાઈ થી હોય, ત્યારે ભારત પાસે એક જ નામ હોય છે જસપ્રીત બુમરાહ. આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બુમરાહે ફરી એક વાર સાબિત કરી દીધું કે તેને વર્તમાનમાં મહાન બોલર્સ કેમ કહેવાય છે. આ હાઈ વોલ્ટેજ મેચમાં રનનો વરસાદ થઈ રહ્યો હતો, જ્યાં સૈમ કુરેન (13.2), વરુણ ચક્રવર્તી (16) અને શિવમ દૂબે (22) જેવા બોલર્સ 10થી ઉપરની ઈકોનોમીથી રન આપ્યા હતા, ત્યાં બુમરાહે 8.2ની ઈકોનોમીથી બોલિંગ કરી ઈંગ્લેન્ડના બોલર્સને ઘુંટણીયે લાવી દીધા. ભારતની જીત અને ઈંગ્લેન્ડની હાર વચ્ચે બુમરાહના આ બે સ્પેલ મેચના ટર્નિંગ પોઈન્ટ રહ્યા.

મેચનો અસલી ટર્નિંગ પોઈન્ટ તો જસપ્રીત બુમરાહની છેલ્લી બે ઓવર હતી. જ્યારે ઈંગ્લેન્ડને જીત માટે ઝડપી રન બનાવવાના હતા, બુમરાહે પોતાની જાદુઈ વિવિધતાથી સન્નાટો કરી નાખ્યો. ઈંગ્લેન્ડની ઈનિંગ્સની 16મી ઓવરમાં બુમરાહે ખાલી 8 રન આપી ભારે પ્રેશર બનાવ્યું. 18મી ઓવર મેચની સૌથી મહત્ત્વની ઓવર રહી, જેમાં તેણે ખાલી 6 રન આપ્યા. નવાઈની વાત એ છે બુમરાહના આ છેલ્લા 11 બોલમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન ખાલી એક જ બાઉન્ડ્રી લગાવી શક્યા. તેના સટીક યોર્કર અને ધીમા બોલે ઈંગ્લેન્ડના પાવર હિટર્સ પર લગામ લગાવી દીધી.

સંજૂ સેમસનની તોફાની ફિફ્ટી બાદ જબરદસ્ત ફીલ્ડિંગથી ભારતે આઈસીસી ટી20 વિશ્વ કપ 2026ની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવી દીધું છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ફાઇનલમાં હવે ભારતીય ટીમનો સામનો ન્યૂઝીલેન્ડ સાથે થશે. આઈસીસી ટી20 વિશ્વ કપમાં ટીમ ઇન્ડિયા 2007 અને 2024 બાદ ત્રીજી વાર ફાઇનલમાં પહોંચી છે.

મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરની રમતમાં 253 રનનો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે પણ ધૂંવાધાર અંદાજમાં બેટિંગ કરી, પણ સતત અંતરાલ પર વિકેટ પડવાના કારણે તે 20 ઓવરમાં 246 રન બનાવીને હારી ગયા. આ મેચમાં બંને ટીમે મળીને કુલ 499 રન બનાવ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *