Final Up to date:
ફિલ્મોથી લઇને ટીવીમાં પોતાનો જલવો દેખાડનાર આ હસીના આજે પણ જ્યારે ટીવી સ્ક્રીન પર આવે છે ત્યારે લોકોને હસવા માટે મજબૂર કરી દે છે. પરંતુ આ એક્ટ્રેસને શરૂઆતના સમયમાં અનેક સ્ટ્રગલ કરવી પડી છે.
ફિલ્મી દુનિયામાં કેટલાક એવા કલાકાર છે જેમણે અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું છે. આ સાથે અનેક એક્ટ્રેસે સ્ટ્રગલ લાઇફમાં પોતાનું જીવન પસાર કર્યું છે. જો કે ત્યારબાદ લાઇફમાં એવો ટર્નિંગ પોઇન્ટ આવ્યો કે કિસ્મત રાતોરાત ચમકી જાય. આમ, ફોટામાં તમને જે દેખાય છે એ છોકરીની હાલત એક સમયે ખૂબ ખરાબ હતી. એક સમયે એવી હાલત હતી કે ભૂખ્યાં રહેવાને કારણે કચરો ઉઠાવીને ખાવું પડતું હતું અને ઘર ચલાવવા માટે વેટરનું કામ કર્યું હતું. આમ, અમે જેની વાત કરી રહ્યાં છીએ એ છે રાખી સાવંત. આજના આ સમયમાં રાખી સાવંતને જોઇને દરેક લોકોના ચહેરા પર સ્માઇલ આવી જાય છે. જો કે લેટેસ્ટમાં રાખી સાવંતના અનેક ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે. પરંતુ રાખી સાવંતનું જીવન અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયું છે.
રાખી સાવંત સામાન્ય રીતે તેની જિંદગીમાં અનેકવાર ખુલીને વાત કરતી હોય છે. અનેક ઇન્ટરવ્યુમાં રાખી સાવંતે તેની લાઇફ વિશે વાત શેર કરી છે. રાખીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઘણાં દિવસો ભૂખ્યાં રહીને સૂવું પડ્યું હતું. એવી ગરીબી જોઈ છે કે જ્યારે ખાવાનું ન મળવા પર કચરામાંથી ખાવાનું કાઢીને કામ ચલાવ્યું હતું. આટલું જ નહીં, પરિવારનું પેટ ભરવા માટે વેટરનું પણ કામ કર્યું છે. આ સમયે દિવસના માત્ર 50 રૂપિયા મળતા હતા.
રાખી સાવંત સામાન્ય રીતે પરિવાર વિશે ખુલીને વાત કરતી હોય છે. બિગ બોસ દરમિયાન રાખીએ અનેકવાર પોતાની વાત શેર કરી છે. રાખી એક રૂઢિવાદી પરિવારમાંથી આવે છે. એક્ટ્રેસ જણાવે છે કે, એક વાર ડાંડિયા નાઇટ પર ડાન્સ કરવાને લઇને મારી માતા નારાજ થઈ ગઈ હતી અને ગુસ્સામાં વાળ કાપી દીધા હતા. પરંતુ રાખી માટે રૂઢિવાદ પરિવાર જ નહીં, પરંતુ લુક્સ પણ એક મોટું કારણ બની રહેતું હતું. જ્યારે ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી તો લુક્સને લઇને અનેકવાર રિજેક્શન થયું હતું. રાખી આ વિશે વાત કરતા કહ્યું હતું કે, મારા જેવા લુક્સની છોકરીઓનું અનેકવાર રિજેક્શન થતું હોય છે.
રાખી સાવંતે પરદેસિયામાં એના ડાન્સ મૂવ્ઝ અને બોલ્ડ અદાઓથી લોકોને ઘાયલ કરી દીધા હતા. આ ગીતમાં લોકોએ એક્ટ્રેસને ખૂબ પસંદ કરી હતી. જો કે થોડાં સમય પહેલાં રાખીએ દાવો કરીને બધાને ચોંકાવી દીધા હતા કે એ મેરિડ છે અને રિતેશ નામના એનઆરઆઇ સાથે લગ્ન કર્યા છે. ત્યારબાદ રાખીએ 2022માં આદિલ ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ સંબંધો બહુ ટક્યા નહીં. હાલમાં પણ રાખી સાવંત એકલી જીવન જીવી રહી છે.
Mumbai,Maharashtra

