લાખો રૂપિયાના કોપરની ચોરી કરી સમગ્ર સંઘ પ્રદેશ પોલીસને દોડતી કરી દેનાર આ ગેંગના પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પર એક નજર કરીએ તો, તેઓની ઓળખ અકબર અલી અહેમદ અલી, કબીર ઉસ્માન શેખ, બેતુલ્લા રૂવાબ અલી, અબ્દુલ સલામ અબ્દુલ રબખાન અને બદ્રીઆલમ મહેમુદ આલમ ખાન તરીકે થઈ છે. પોલીસે હાલ આ પાંચેય આરોપીઓને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સાથે જ આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી 5500 કિલોથી વધુનો ચોરીનો કોપરનો જથ્થો અને વાહન પણ જપ્ત કરી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.

