
પરિમલ એ ડાભી, અમદાવાદ: અમેરિકા-ઇઝરાયલ ગઠબંધન અને ઇરાન વચ્ચે લશ્કરી મુકાબલો પશ્ચિમ એશિયામાં સંપૂર્ણ પાયે પ્રાદેશિક કટોકટીમાં ફેરવાઈ રહ્યો છે , તેની અસર ઉત્તર ગુજરાતમાં તીવ્રપણે અનુભવાઈ રહી છે. રાજ્યના મહેસાણા-પાટણ ક્ષેત્રના 200 થી વધુ વતનીઓ હાલમાં ગલ્ફ દેશોાં ફસાયેલા છે, તેઓ બંધ પડેલા વેપાર, ગ્રાઉન્ડેડ ફ્લાઇટ્સ અને મુસાફરી ખર્ચમાં અચાનક વધારાનો સામનો કરી રહ્યા છે.
આ અશાંતિમાં ફસાયેલા લોકોમાં અલ્પેશ કુમાર પટેલ અને તેમના બે ભત્રીજાઓ: યોગેશ અને પાર્થ કુમાર પટેલનો સમાવેશ થાય છે. અલ્પેશ અને યોગેશ મહેસાણા જિલ્લાના છે, જ્યારે પાર્થ પડોશી પાટણ જિલ્લાનો છે.
25 ફેબ્રુઆરીએ તેલ, ગેસ અને ભંગાર ધાતુના વ્યવસાયિક પ્રવાસ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા પછી 28 ફેબ્રુઆરીએ સંઘર્ષ વધુ તીવ્ર બનતા તેમની યોજનાઓ ખોરવાઈ ગઈ. હવે તેઓને બર દુબઈની એક હોટલમાં રોકાવાની ફરજ પડી છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા અલ્પેશે કહ્યું કે વાતાવરણ રાબેતા મુજબ હોવા છતાં સ્થાનિક અધિકારીઓએ ભોજન સિવાય હોટલ છોડવા સામે કડક સલાહ આપી છે. ગુજરાતના લગભગ 50 લોકો દુબઈની પડોશી હોટલમાં ફસાયેલા છે.
- ટિકિટના ભાવમાં વધારો: જે રિટર્ન ટિકિટ અગાઉ ₹28,000માં મળતી હતી, તેના ભાવ હવે ₹1 લાખ સુધી પહોંચી ગયા છે.
- વૈકલ્પિક માર્ગો: દુબઈ એરસ્પેસ બંધ હોવાથી કેટલાક પ્રવાસીઓ ઓમાન થઈને મસ્કતથી ફ્લાઇટ પકડવાનું વિચારી રહ્યા છે, પરંતુ તેના માટે અલગ વિઝાની પ્રક્રિયા જટિલ બની છે.
- સરકારી મદદ: મહેસાણાના સાંસદ મયંક નાયક અને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ ફસાયેલા લોકોની મદદ માટે હેલ્પલાઇન શરૂ કરી છે અને વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો છે.
અલ્પેશે કહ્યું કે તેણે અને તેના એક ભત્રીજાએ 10 માર્ચ માટે રીટર્ન ફ્લાઇટ્સ બુક કરાવી છે, જ્યારે તેના બીજા ભત્રીજાની રીટર્ન ટિકિટ 5 માર્ચની છે.
હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની હવામાનને લઈ મોટી આગાહી? જાણો ગુજરાત માટે કેવું રહેશે આખું વર્ષ
અલ્પેશે કહ્યું, “અમે અમારું કામ વહેલું પૂરું કરી શકીએ તો અમે વહેલા રવાના થવાનું વિચારી રહ્યા હતા, પરંતુ અમે અમારૂં કામ પતાવી શક્યા નહીં. પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે અમે શારજાહ, રાસ અલ-ખૈમાહ અથવા અબુ ધાબીની મુલાકાત લઈ શક્યા નહીં. અમે વ્યવસાયિક હેતુઓ માટે આ સ્થળોએ મુસાફરી કરવાનું આયોજન કર્યું હતું.”
હવાઈ ક્ષેત્ર બંધ થવાથી અલ્પેશ અને તેના ભત્રીજાઓ માટે પરત ફરવાની યાત્રા નાણાકીય અને લોજિસ્ટિકલ કસોટીમાં ફેરવાઈ ગઈ છે. તેમણે કહ્યું કે તેઓએ શરૂઆતમાં 28,000 રૂપિયામાં રાઉન્ડ-ટ્રીપ ટિકિટ બુક કરાવી હતી. હવે એક તરફી ઇમરજન્સી ભાડા પ્રતિ વ્યક્તિ 1 લાખ રૂપિયા થઈ ગયા છે.
અલ્પેશે કહ્યું, “તેમ છતાં ફ્લાઇટ દુબઈથી નથી કારણ કે અહીંનું એરસ્પેસ બંધ છે. અમારે પહેલા ઓમાન જવું પડશે, પછી ફ્લાઇટ પકડવા માટે મસ્કત જવું પડશે. જોકે આનો અર્થ એ છે કે અમારે ઓમાન માટે વિઝા પણ મેળવવાની જરૂર છે, જે જટિલતામાં વધારો કરે છે. અમે પરિસ્થિતિ કટલી વણસી શકે છે તે અંગે ખૂબ ચિંતિત છીએ.”
આકાશમાં મિસાઇલો, આંખોમાં ડર, ફોન પર નજર: યુદ્ધ વચ્ચે ગલ્ફ દેશોમાં ફસાયેલા 1 કરોડ પ્રવાસી ભારતીયો ઘરે પાછા ફરવાની રાહમાં
તેમણે ઉમેર્યું કે તેમને આશા છે કે પરિસ્થિતિ સામાન્ય થશે જેથી તેઓ 10 માર્ચે દુબઈથી બુક કરેલી ફ્લાઇટમાં પાછા ફરી શકશે. અલ્પેશે એમ પણ કહ્યું કે તેમણે 10 માર્ચ સુધી દુબઈમાં તેમના હોટલ રોકાણ માટે અગાઉથી ચુકવણી કરી દીધી છે. સાવચેતીના પગલા તરીકે પરિસ્થિતિ વધુ વણસે તો તેમણે 2-3 દિવસ માટે ખોરાકનો સંગ્રહિત કરી રાખ્યો છે.
તેમણે જણાવ્યું કે તેઓએ દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો છે, જેણે તેમને જાણ કરી છે કે તમામ અપડેટ્સ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવશે.
રાજકીય હસ્તક્ષેપો
ગુજરાતના રાજ્યસભા સાંસદ અને મહેસાણાના વતની મયંક નાયકે ખાડી ક્ષેત્રમાં ફસાયેલા મહેસાણાના લોકો માટે એક હેલ્પલાઇન શરૂ કરી છે. પટેલ સમુદાયના સભ્યોએ મદદ માટે તેમનો સંપર્ક કર્યો છે. અલ્પેશે જણાવ્યું હતું કે નાયકે વ્યક્તિગત રીતે તેમને વીડિયો કોલ કર્યો હતો, જે દરમિયાન તેઓએ તેમને તેમની વિગતો પૂરી પાડી હતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા નાયકે જણાવ્યું કે ગલ્ફ ક્ષેત્રમાં ફસાયેલા આશરે 250 લોકોએ તેમની હેલ્પલાઈનનો સંપર્ક કર્યો છે. તેમણે MEA ના Madad પોર્ટલનો ઉપયોગ કરીને વિદેશ મંત્રાલય (MEA) ને તેમની વિગતો સબમિટ કરી છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશી અને ગુજરાત ભાજપે સંઘર્ષને કારણે ગલ્ફ દેશોેમાં ફસાયેલા રાજ્યના લોકોને મદદ કરવા માટે હેલ્પલાઇન શરૂ કરી છે.
