Final Up to date:
T20 વર્લ્ડ કપ 2026માં સુપર 8ની કરો યા મરો મેચ આજે ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ રોમાંચક જીત મેળવીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે.
IND vs WI: T20 વર્લ્ડ કપ 2026માં સુપર 8ની કરો યા મરો મેચ આજે ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ રોમાંચક જીત મેળવીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. આમ ટીમ ઇન્ડિયા સેમિફાઈનલમાં પહોંચનાર ચોથી ટીમ બની ગઈ છે. મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી વેસ્ટઇન્ડીઝની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યાં હતા. આમ ઈડન ગાર્ડન્સમાં ટીમ ઇન્ડિયાને જીત માટે 196 રનનો ટાર્ગેટ મળ્યો. જવાબમાં સંજુ સેમસનની તોફાની ઇનિંગમા જોરે ભારતે પાંચ વિકેટે જીત મેળવી છે. આ હાર સાથે વેસ્ટઇન્ડીઝની યાત્રા પૂરી થઈ ગઈ છે. હવે ભારતની સેમિફાઈનલ મેચ ઇંગ્લેન્ડ સામે 5 માર્ચે રમાશે. આ મેચ મુંબઈમાં રમાશે.
196 રનના જવાબમાં ઉતરેલી સંજુ સેમસન અને અભિષેક શર્માએ શાંતિથી શરૂઆત કરી હતી. પરંતુ ત્રીજી ઓવરમાં અભિષેક શર્મા 10 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યાર બાદ 5મી ઓવરમાં ઈશાન કિશન પણ 10 રન નબાવીને પોતાની વિકેટ ગુમાવી બેઠો. 6 ઓવર બાદ ભારતનો સ્કોર 53-2 હતો. પરંતુ ત્યાર બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસનની સારી પાર્ટનરશીપ જોવા મળી. સંજુએ 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 10 ઓવરમાં ભારતનો સ્કોર 100ની નજીક પહોંચાડી દીધો.
છેલ્લી પાંચ ઓવરમાં ભારતને જીત માટે 50 રનની જરૂર હતી. પરંતુ 19મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ પોતાની વિકેટ ગુમાવી દીધી. છેલ્લી ઓવરમાં ભારતે જીતવા માટે 7 રનની જરૂર હતી, જેને સંજુ સેમસને બે બોલમાં જ ચેઝ કરી લીધા. સંજુ સેમસને આ ઇનિંગમાં 50 બોલમાં અણનમ 97 રન બનાવ્યાં. જેમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.
બંને વચ્ચે 58 રનની પાર્ટનરશીપ 11મી ઓવરમાં તૂટી. કેપ્ટન સૂર્યા 18 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ ત્યાર બાદ તિલક વર્મા અને સંજુ સેમસન વચ્ચે શાનદાર પાર્ટનરશીપ થઈ, બંનેએ આક્રમક ઇનિંગ રમી 25 બોલમાં 42 રન બનાવ્યાં. પરંતુ તિલક વર્મા 15મી ઓવરમાં 27 રન બનાવીને આઉટ થઈ ગયો.
પહેલા બેટિંગ કરવા આવેલી વેસ્ટઇન્ડીઝ ટીમની શરૂઆત સારી રહી હતી. પરંતુ બુમરાહે એક ઓવરમાં બે વિકેટ લઈને ભારતને મેચમાં પાછું લાવી દીધું હતું. આ મેચમાં ટીમ ઇન્ડિયાની બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ ભારત તરફથી સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 ઓવરમાં 36 રન આપી 2 વિકેટ ઝડપી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 40 રન આપી 1 વિકેટ લીધી. તેમજ વરુણે પણ 4 ઓવરમાં 40 રન આપી 1 વિકેટ પોતાના નામે કરી.
Mar 01, 2026 10:48 PM IST

