Final Up to date:
ટાટા મોટર્સ 2026માં કુલ 3 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે. જેથી આ વર્ષે ભારતીય બજારમાં ટાટા મોટર્સનો દબદબો જોવા મળશે. જાણો દરેક કાર વિશે માહિતી.
નવી દિલ્હી: ભારતના માર્કેટમાં હાલ ઝડપથી ઇલેક્ટ્રિક વાહનોની માગ વધી રહી છે. જેને જોતા દરેક કંપની દ્વારા પોતાના ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવી રહી છે. જોકે ટાટા મોટર્સ આ લિસ્ટમાં પહેલા નંબરે છે. ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ટાટા મોટર્સનું નામ મોખરે છે. થોડાક સમય પહેલા ટાટાએ હેરિયર ઇવી લોન્ચ કરી હતી. બાદમાં પંચ ફેસલિફ્ટ લોન્ચ કરી અને હવે કંપની દ્વારા આગામી સમયમાં 3 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે. જેના વિશે આજે અમે તમને માહિતી આપીશું.
આ લિસ્ટમાં પહેલા નંબરે ટાટા ટિઆગો ઇવી ફેસલિફ્ટ છે જેનો નવા અવતાર સાથે રજૂ કરવામાં આવશે. નવા અવતારમાં ફ્રન્ટમાં એલઇડી હેડલાઇટ પહેલા કરતા વધારે આકર્ષક ડે ટાઇમ રનિંગ લાઇટ સાથે નવું ડિઝાઇન કરવામાં આવેલું ફ્રન્ટ બંપર પણ મળશે. આ સિવાય તેમાં મોટા ઓરિએન્ટલ વ્હીલ્સ પણ મળશે. જે 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ સાથે આવી શકે છે. આ સિવાય આમાં તમને નવા એરો સ્ટાઇલ વ્હીલ, ઇલેક્ટ્રિક સનરૂફ અને નવું રિયર બંપર પણ મળશે.
ટિયાગો ફેસલિફ્ટના અપડેટેડ મોડલ કેબિનની અંદર ફિનિશિંગ જોવા મળી શકે છે. તેમાં વાયરલેસ ફોન ચાર્જિંગ, મોટું ઇન્ફોટેઇનમેન્ટ ટચસ્ક્રીન, પૂરી રીતે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને નવું સ્ટેયરિંગ વ્હીલ નવી ડિઝાઇન સાથે મળી શકે છે. એવી માહિતી પણ સામે આવી છે કે ટાટા આ બેચબેકમાં પંચ ઇવીમાં વાપરવામાં આવેલી 30 કિલોવોટની બેટરી લગાવી શકે છે. જેનાથી આ કારની રેન્જ પહેલા કરતા વધી જશે.
2026માં ટાટા મોટર્સ પોતાની નવી કાર અવિન્યા પણ લોન્ચ કરી શકે છે. આ એક બાય એન્ડ એન્ડ ઇલેક્ટ્રિક સબ બ્રાન્ડ હશે જે કંપનીના હાલના ઇલેક્ટ્રિક વાહનના પોર્ટફોલિયોમાં ઉપર મુકવામાં આવશે. આ નવી કારમાં સ્પોર્ટ્સબેક બોડી સ્ટાઇલ ગ્રાહકને મળી રહેશે જે જેએલઆરના ઇએમએ પ્લેટફોર્મ પર બેસ્ડ હશે.
આ સિવાય મોસ્ટ અવેઇટેડ કાર સિએરા ઇવીની પણ લોકો રાહ જોઈ રહ્યા છે. આ કારની માર્કેટમાં લોકપ્રિયતા વધારે છે. જેથી બે બેટરી પેક ઓપ્શન સાથે કારને લોન્ચ કરવામાં આવી શકે છે. સિંગલ ચાર્જ પર સિએરા ઇવી 450 કિમીની રેન્જ આપી શકે છે. ડિઝાઇનિંગની વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડિઝલ જેવી જ ડિઝાઇન ઇવીમાં પણ આપવામાં આવી શકે છે. સિએરા ઇવીને કર્વ ઇવી કરતા ઉપર રાખવામાં આવશે આમાં કર્વ ઇવીમાં વાપરવામાં આવતી 55 કિલોવોટની બેટરી સાથે સાથે હેરિયર ઇવીમાં વાપરવામાં આવતી 65 કિલોવોટની બેટરી આપવામાં આવી શકે છે. શક્યતા એવી પણ છે કંપની દ્વારા આમાં 75 કિલોવોટની બેટરી સાથે ડ્યુઅલ મોટર સેટઅપ આપવામાં આવી શકે છે.
New Delhi,Delhi

