Plant Care Ideas: ઘરની બાલ્કની હોય કે છત પરનું નાનું ગાર્ડન, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેમના છોડ હંમેશા તાજા, ચમકદાર અને ઝડપથી વધતા દેખાય. ઘણા લોકો એવું સમજે છે કે, માત્ર પાણી આપવું એ જ છોડની સંભાળ છે, પરંતુ તેના પરિણામથી થોડા જ દિવસોમાં પાંદડા પીળા પડવા લાગે છે અને છોડ નબળો પડતો જોવા મળે છે. ગાર્ડનિંગ નિષ્ણાતોનું કહેવું છે કે, છોડને સ્વસ્થ રાખવા માટે રોજિંદી કેટલીક નાની આદતો ખૂબ જ અસરકારક હોય છે. જેમ કે પાણી આપ્યા પછી હળવો સ્પ્રે, સમયાંતરે કાપણી અને માટીનું ખોદકામ. આ રીતો છોડને કુદરતી વાતાવરણ જેવો અનુભવ કરાવે છે, જેનાથી તેમનો વિકાસ સારો થાય છે. ખાસ વાત એ છે કે, આ ત્રણેય ટ્રિક્સ ન તો મોંઘી છે અને ન તો અઘરી, બસ થોડી મહેનત કરશો તો પણ તમારો છોડ હંમેશા માટે લીલોછમ રહેશે. (Picture: AI Generated)

