ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ હવે અમદાવાદમાં, પાકિસ્તાનનું સેમિફાઈનલ રમવાનું સપનું તૂટ્યું, શ્રીલંકાએ આપ્યો મોટો આંચકો

ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ હવે અમદાવાદમાં, પાકિસ્તાનનું સેમિફાઈનલ રમવાનું સપનું તૂટ્યું, શ્રીલંકાએ આપ્યો મોટો આંચકો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં શનિવારે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે એક રોમાંચક મેચ ચાલી રહી છે. પરંતુ મેચના અંતિમ પરિણામ પહેલાં જ પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાંથી બહાર
પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાંથી બહાર

અમદાવાદ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં શનિવારે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં ભલે પાકિસ્તાને બાજી મારી લીધી હોય પરંતુ તે જીતીને પણ હારી ગયું છે. મેચના અંતિમ પરિણામ પહેલાં જ પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને સાહિબજાદા ફરહાનના શતકની મદદથી શ્રીલંકા સામે 213 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જો પાકિસ્તાની બૉલર્સે શ્રીલંકાને 147 રન સુધી રોકી દીધું હોત તો પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચી જાત, કારણ કે તેની નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતાં સારી થઈ જાત. પરંતુ 16મી ઓવરમાં શ્રીલંકાએ 147નો આંકડો પાર કરી લીધો હતો. જેના કારણે પાકિસ્તાનનું સેમિફાઇનલ રમવાનું સપનું તુટ્યું છે. બીજી બાજું મેચમાં પાકિસ્તાને શ્રીલંકા સામે 5 રને જીત મેળવી હતી.

પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં ન્યૂઝીલેન્ડને હવે સેમિફાઇનલમાં એન્ટ્રી મળી ગઈ છે. એટલે કે, સુપર 8ના ગ્રુપ 2માંથી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ એમ બે ટીમોને સેમિફાઇનલની ટિકિટ મળી ગઈ છે.

પહેલા બેટિંગ કરવા ઉતેરલા પાકિસ્તાનની શરૂઆત સારી રહી હતી. ફરહાન સાહિબજાદા અને ફખર જમાને શ્રીલંકાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ તોફાની બેટિંગ કરતા 176 રનની પાર્ટનરશીપ કરી હતી. પાકિસ્તાનને પહેલો આંચકો 16 ઓવરમાં લાગ્યો. ફખર જમાં 42 બોલમાં 84 રન બનાવીને આઉટ થયો ત્યાર બાદ આગલી ઓવરમાં નફે 2 રન બનાવીને આઉટ થયો. ત્રીજો આંચકો પાકિસ્તાનને 198ના સ્કોર પર લાગ્યો, શાદાબે 7 રન બનાવ્યા. પરંતુ આ વચ્ચે ફરહાને 59 બોલમાં સદી ફટકારી. પરંતુ 19મી ઓવરમાં પાકિસ્તાનને ચોથો આંચકો આપ્યો, જ્યારે નવાજ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો. 20મી ઓવરમાં ફરહાનની વિકેટ પડી. ફરહાને 60 બોલમાં 100 રન બનાવ્યાં, જેમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. અંતે પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યાં.

પાકિસ્તાન સામેની મેચમાં શ્રીલંકાની ટીમ લગભગ જીતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. શ્રીલંકાને છેલ્લા ઓવરમાં જીત માટે 28 રનની જરૂર હતી. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ શાહીન અફ્રીદી વિરુદ્ધ છેલ્લા ઓવરમાં બેક-ટુ-બેક એક ચોગ્ગો અને ત્રણ છગ્ગા લગાવીને પાકિસ્તાનના ધબકારા વધારી દીધા હતા. શ્રીલંકાને બે બોલમાં જીત માટે 6 રનની જરૂર હતી, પરંતુ શાહીન અફ્રીદીએ વાપસી કરીને શનાકાને રોકી લીધો.

શનાકા 31 બોલમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 76 રન બનાવ્યાં. શ્રીલંકા માટે પવન રત્નાયકે પણ 37 બોલમાં 58 રન બનાવ્યા, જ્યારે કમિલ મિશારા 26 અને ચરિથ અસલંકાએ 25 રનનું યોગદાન આપ્યું. આ ઉપરાંત બીજા કોઈ બેટ્સમેન શ્રીલંકા માટે ખાસ કમાલ બતાવી શક્યા નહીં. બીજી તરફ પાકિસ્તાન તરફથી બોલિંગમાં અબરાર અહમદે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. આ ઉપરાંત શાહીન અફ્રીદી, નસીમ શાહ અને મોહમ્મદ નવાઝના ખાતામાં એક-એક વિકેટ આવી.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/રમત-જગત/

ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ હવે અમદાવાદમાં, પાકિસ્તાનનું સેમિફાઈનલ રમવાનું સપનું તૂટ્યું, શ્રીલંકાએ આપ્યો મોટો આંચકો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *