જ્યારે પણ તમે ક્યાંય પણ ખરીદી કરવા જાઓ ત્યારે તમારી નજર અનેક વસ્તુઓ પર અનાયાસે જ પડી જતી હશે! વિશેષ કરીને આ બાબત ચીજવસ્તુઓ સાથે જોડાયેલી નથી પણ એની ઉપર લખેલા અનોખા શોર્ટ ફોર્મ વિશે છે. જ્યારે પણ તમે શોપિંગ મોલ અથવા તો દુકાનમાં ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે ક્રીમ, પરફ્યુમ, ફેસવૉશ અથવા તો સનસ્ક્રીન (Cream, Fragrance, Face Wash, Sunscreen)ને સરસ રીતે રેકમાં ગોઠવેલા જોયા જ હશે! આ પ્રોડક્ટ્સના રેપર અને એની ડિઝાઇન અત્યંત આકર્ષક હોય છે. જો કે આ બાહ્ય દેખાવ પરથી એની ક્વોલિટી (High quality)નો અંદાજ મેળવવો મુશ્કેલ છે અને એની હકીકતથી અનેક લોકો માહિતગાર નથી હોતા! જો તમે સનસ્ક્રીન ખરીદતા હો અથવા તો દરરોજ લગાવતા હો તો તમે જોયું હશે કે, ક્રીમની ઉપરના રેપરમાં pH લખેલું હશે. જો કે, pH નો યુઝ શું છે એ વિશે તો અનેક લોકો જાણતા હશે પણ એનું ફૂલ ફોર્મ આજ સુધી મોટાભાગે કોઈ નહીં જાણતા નહિં હોય એની ગેરેંટી છે! શું તમે જાણો છો કે આ pH નું ફૂલ ફોર્મ શું છે?

