પક્ષી જેટલું કદ અને 1 KG વજનઃ આર્જેન્ટિનામાં મળ્યું દુનિયાના સૌથી નાના ડાયનોસોરનું હાડપિંજર, વૈજ્ઞાનિકો પણ ગોથે ચડ્યાં

પક્ષી જેટલું કદ અને 1 KG વજનઃ આર્જેન્ટિનામાં મળ્યું દુનિયાના સૌથી નાના ડાયનોસોરનું હાડપિંજર, વૈજ્ઞાનિકો પણ ગોથે ચડ્યાં

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

World’s Smallest Dinosaur: મોટા ભાગે આપણે જ્યારે પણ ડાયનોસોરનું નામ સાંભળીએ છીએ ત્યારે વિશાળકાય જીવોની કલ્પના કરતા હોઈએ છીએ, પરંતુ તાજેતરમાં જ આર્જેન્ટિનાનામાંથી એક એવા ડાયનોસોરનું હાડપિંજર મળી આવ્યું છે કે, જેનું વજન માત્ર કિલોગ્રામ અને તેનું કદ એક પક્ષી જેટલું હતું. આ શોધે ઉત્ક્રાંતિની થિયરી પર શંકા ઊભી કરી છે અને વૈજ્ઞાનિકોને પણ વિચારમાં મૂકી દીધા છે.

અલનાશેટ્રી સેરોપોલિસિએન્સિસનો ઇલુસ્ટ્રેશન (ક્રેડિટઃ ગ્રેબ્રિયલ ડિયાઝ યાનટેન)
અલનાશેટ્રી સેરોપોલિસિએન્સિસનો ઇલુસ્ટ્રેશન (ક્રેડિટઃ ગ્રેબ્રિયલ ડિયાઝ યાનટેન)

World’s Smallest Dinosaur: મોટા ભાગે આપણે જ્યારે પણ ડાયનોસોરનું નામ સાંભળીએ છીએ ત્યારે વિશાળકાય જીવોની કલ્પના કરતા હોઈએ છીએ, પરંતુ તાજેતરમાં જ કરાયેલા એક રિસર્ચમાં એવા ડાયનોસોર વિશે જાણકારી સામે આવી છે કે, જે વર્તમાન સમયના કોઈ નાનકડા પક્ષી જેટલો જ હતો. તેનું હાડપિંજર આર્જેન્ટિનાના પેટાગોનિયા વિસ્તારમાંથી મળી આવ્યું છે. અલનાશેટ્રી સેરોપોલિસિએન્સિસ (Alnashetri cerropoliciensis) નામના આ જીવની ગણતરી દક્ષિણ અમેરિકામાં અત્યાર સુધીના સૌથી નાના નોન એવિયન ડાયનોસોર તરીકે કરાઈ રહી છે.

પક્ષી જેટલું કદ અને માત્ર 1 KG વજન

આ શોધ વિશેની માહિતી ‘નેચર’ મેગેઝિનમાં પ્રકાશિત થઈ છે, જેણે ઉત્ક્રાંતિના ઘણાં જૂના સિદ્ધાંતોને પડકાર્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ નાનકડો ડાયનોસોર તેના જીવન દરમિયાન માત્ર 1 કિલોગ્રામ વજન ધરાવતો હશે. તેનું કદ એક પોપટ જેટલા નાના પક્ષી જેટલું જ હતું. આ હાડપિંજર પેટાગોનિયાના સિપોલેટી શહેર પાસેથી મળ્યું છે. અહીંના ખડકો લગભગ 9 કરોડ વર્ષ જૂના છે, જે લેટ ક્રેટેશિયસ કાળની હોવાનું મનાય છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે, આ વિસ્તારમાં દુનિયાના સૌથી મોટા શિકારી અને શાકાહારી ડાયનોસોર પણ મળી આવ્યા હતા.

Worlds Smallest Dinosaur Alnashetri cerropoliciensis fossils found in Argentina asm

ક્રેડિટ – જ્યોર્જ ગોંજાલોજ

વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા

આ ક્ષેત્રમાં એક બાજુ જ્યાં 13 મીટર લાંબા ગિગાલોટોસોરસ અને 100 ટન વજન ધરાવતા અર્જેન્ટિનોસોરસ જેવા મહાકાય ડાયનોસોર રહેતા હતા, ત્યાં બીજી બાજુ અલ્નાશેટ્રી જેવા નાના જીવ પણ અસ્તિત્વ ધરાવતા હતા. અલનાશેટ્રી એ ‘અલ્વારિઝસોરોઈડ’ (Alvarezsauroid) નામક એક વિશેષ જૂથનો ભાગ છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, આ સમૂહના જીવ માત્ર એશિયા સુધી જ મર્યાદિત રહ્યા હશે. જોકે, હવે આ નવી શોધે વૈજ્ઞાનિકોને પણ વિચારમાં મૂકી દીધા છે.

નાના કદ પાછળ શું કારણ છે?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ‘અલ્વારિઝસોરોઈડ’ સમૂહ એ વર્તમાન સમયના પક્ષીઓના પૂર્વજો સાથે સંબંધિત હતા. દુનિયાના ટોચના વૈજ્ઞાનિકો અને રિસર્ચર્સ વચ્ચે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, આ પ્રજાતિ આટલી નાની કેમ રહી ગઈ હશે. આજ સુધી તેનો કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી, પરંતુ એક થિયરી મુજબ, આ પ્રજાતિના જીવોને નાના જીવ-જંતુ ખાવાની આદત હતી, જેના કારણે તેમનું શરીર નાનું થતું ગયું. તેમના હાથોમાં માત્ર એક જ પંજો હોય છે, જેનો ઉપયોગ તેઓ કીડીઓના દર તોડવા માટે કરતા હતા. પરંતુ અલ્નાશેટ્રીની શોધે આ થિયરીને થોડી ગૂંચવી દીધી છે.

શું ઉત્ક્રાંતિની કહાની બદલવામાં આવશે?

આ જીવના દાંત અન્ય નાના ડાયનોસોરની સરખામણીમાં મોટા હતા. આ ઉપરાંત તેના હાથની આંગળીઓ પણ અન્ય નાના ડાયનોસોર કરતા મોટી હતી. જેનાથી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, આ પ્રજાતિના ડાયનોસોરનું નાનું કદ માત્ર તેમના ભોજન કે કોઈ ખાસ આબોહવાને લીધે નહોતું. આ જીવોમાં નાનું કદ ઘણીવાર વિકસિત થયું. એવું નહોતું કે તેમનું શરીર એક વખત નાનું થઈ ગયું અને ત્યાર પછી તેઓ તેવા જ રહ્યા. તેમના શરીરનું કદ ઘણી વાર વધ્યું છે અને ઘણી વાર ઘટ્યું છે. આ ડાયનોસોર પ્રજાતિએ વિવિધ સંજોગોમાં પોતાને સુરક્ષિત રાખવા માટે નાનું કદ પસંદ કર્યું. હવે આ જીવ પર ભવિષ્યમાં થનારી રિસર્ચોમાં ઘણી મોટી અને ચોંકાવનારી વાતો સામે આવી શકે છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/અજબગજબ/

પક્ષી જેટલું કદ અને 1 KG વજનઃ આર્જેન્ટિનામાં મળ્યું દુનિયાના સૌથી નાના ડાયનોસોરનું હાડપિંજર, વૈજ્ઞાનિકો પણ ગોથે ચડ્યાં



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *