જાણે ભયંકર વાવાઝોડું આવ્યું હોય એમ આખલા ત્રાટક્યા અને ખુરશી પર બેઠેલા દાદાને ફંગોળીને જમીનદોસ્ત કરી દીધા. જોઈને જ ધ્રુજી જવાય એવા આ દ્રશ્યો ભચાઉના આધોઈ ગામના છે. જ્યાં બાખડી રહેલા આખલાએ ખુરસી પર બેઠેલા વૃદ્ધને વાવાઝોડાની જેમ અડફેટે લીધા. જેના કારણે વૃદ્ધને ગંભીર ઈજા થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં વૃદ્ધ ખુરસી લઈને બેસવા માટે આવે છે. થોડીવાર બેસે છે ત્યાં સુધીમાં રખડતા ઢોર ત્યાં આવવા પ્રયાસ કરે છે. વૃદ્ધ લાકડી લઈને હજુ તો ઢોરને ભગાવવાનું વિચારી રહ્યા હતા ત્યાં જ સામેથી જમની જેમ બે આખલાઓ ઝપટ બોલાવે છે. ખુરસી સાથે વૃદ્ધ અને 5-7 ગેસની બોટલ વેરણ છેરણ થઈ જાય છે. ઘટનાના પગલે આધોઇ તેમજ નજીકના શહુંગાર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરની સમસ્યા મામલે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, તેવી માંગ ઉઠી છે.
Source link
