લીંબડી તાલુકાના રાસકા ગામની સીમમાં ચોરીની અજીબોગરીબ ઘટના બની. તસ્કરોએ કોઈ મકાન કે દુકાનને નહીં પરંતુ વીજપોલને નિશાન બનાવ્યા. 80થી વધુ વીજપોલ પરથી વાયર કાપીને ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. નવાઈની વાત એ પણ છે કે વીજપોલના વાયરની ચોરીની ઘટના અંગે જાણીને ખુદ પોલીસ અને ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે ઘટના અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સિંચાઈ માટે વીજ પુરવઠો ન મળતા ઊભો પાક સુકાવાની ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. ત્યારે હવે જોવું જ રહ્યું કે આ જીવતા વીજપોલના તારની ચોરી કોણે કરી. વીજપોલના તારની ચોરીનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
Source link
